સુશાંતસિંહ રાજપૂત ‘કિઝી ઔર મેની’ થી ડેબ્યુટર સંજના સાંઘવી સાથે એક્સ્ટ્રા-ફ્રેંડલી બન્યો ?

85
Loading...

સુશાંતસિંહ રાજપૂત તેમની નવી ફિલ્મ કિઝી ઔર મેની’ વિશે ચર્ચામાં છે. ફિલ્મમાં તેમની ઓપોઝિટ સંજના સાંઘવી છે, જે બૉલીવુડમાં આ મૂવી થી ડેબ્યુટ કરશે. થોડા મહિના પહેલા સમાચાર હતા કે શૂટિંગ દરમ્યાન સુશાંત સંજના ના માર્ગદર્શક તરીકે કામ કરતો હતો. જો કે, થોડા સમય પછી અહેવાલો શરૂ થયા કે સુશાંત એટલા વધુ ફ્રેંડલી બની ગયા હતા કે સંજનાને ખૂબ અસહજ ફીલ થયું હતું અને  શૂટિંગ બંધ કરવું પડ્યું હતું.


આ ફિલ્મ હાલમાં જમશેદપુર અને તેની આસ-પાસ શૂટ કરવામાં આવી રહી છે બૉલીવુડ બબલના સૂત્રો મુજબ “સુશાંતએ સંજના સાથે સેટ પર ખૂબ અસ્વસ્થતા દાખવી હતી. તે ઘણી વાર તેણીની પર્સનલ સ્પેસ રોકતો હતો અને આલોચનાત્મક ટિપ્પણીઓ પસાર કરતો હતો. તેમના અત્યંત મૈત્રીપૂર્ણ સ્વભાવની અભિનેત્રીએ મુકેશ સરને જાણ કરી હતી, જેણે આને સામાન્ય વર્તન કહી ને વાત ટાળી દીધી હતી. ”

“બીજે દિવસે અભિનેત્રી ના માતાપિતા તેમની દીકરી સાથે થયેલ જાતીય સતામણી વિશે ડિરેક્ટર સાથે વાત કરવા માટે સેટ પર આવ્યા હતા. સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે ફિલ્મ નિર્માતા એ તેમની વાત ને હાંસીમાં ઉડાડી દીધી હતી.

કિઝી ઔર મેની હોલીવુડ બ્લોકબસ્ટર ‘ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ની રીમેક છે એવી અફવા ફેલાઈ રહી છે. સંજના સાંઘવી, આ ફિલ્મ સાથે બૉલીવુડમાં ડેબ્યુટ કરશે.

આ પણ વાંચો : સબરીમાલા મંદિર વિવાદ: પોલીસે પીછેહઠ કરી, રાજ્ય સરકારે કહ્યું, એક્ટિવિસ્ટ ને મંજૂરી નથી

તમને કદાચ ગમશે

Loading...