નવરાત્રિ સેલિબ્રેશનમાં સ્ટાર કિડ્ઝનો પડ્યો વટ, તૈમૂર-ઈનાયાએ આમ કરી મસ્તી : જાણો વધુ

73
Loading...

પ્લે સ્કૂલમાં સેલિબ્રેશન

કરીના અને સૈફનો લાડલો તૈમૂર હંમેશા ચર્ચામાં રહે છે. તૈમૂરનું સ્ટારડમ કોઈ મોટા સ્ટારથી ઓછું નથી. હાલમાં જ તૈમૂરે પોતાની પ્લે સ્કૂલમાં ફ્રેન્ડ્સ સાથે નવરાત્રિ સેલિબ્રેટ કરી. તૈમૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તૈમૂરનો ટ્રેડિશનલ લૂક

નવરાત્રિ સેલિબ્રેશનમાં તૈમૂર ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યો. તૈમૂરે પર્પલ રંગનો કુર્તો અને સફેદ રંગનો પાયજામો પહેર્યો હતો. તૈમૂરના દરેક કપડાં ખાસ હોય છે. નાનકડા તૈમૂરનો લૂક નવરાત્રિ માટે એકદમ પર્ફેક્ટ હતો. પ્લે સ્કૂલના નવરાત્રિ સેલિબ્રેશનમાં તૈમૂર એકદમ ક્યૂટ લાગતો હતો.

ઈનાયા અને લક્ષ્ય પણ હતા સાથે

નવરાત્રિ સેલિબ્રેશનમાં તૈમૂરની સાથે સોહાની દીકરી ઈનાયા અને તુષાર કપૂરનો દીકરો લક્ષ્ય પણ જોવા મળ્યા.

ક્યૂટ ઈનાયા

 

View this post on Instagram

 

#inayanaumikhemu ❤️❤️❤️❤️❤️❤️

A post shared by Viral Bhayani (@viralbhayani) on


ઈનાયાએ યલો અને રેડ કલરનો લહેંગો પહેર્યો હતો. સાથે જ હેરબેન્ડ પણ લગાવી હતી. આ ડ્રેસમાં ઈનાયા એકદમ સુંદર લાગતી હતી.

રક્ષાબંધનમાં પણ પહેર્યા હતા ટ્રેડિશનલ કપડાં

જણાવી દઈએ કે રક્ષાબંધન વખતે પણ ઈનાયા અને તૈમૂરની તસવીરો વાયરલ થઈ હતી. એ વખતે પણ બંને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :  વિશ્વમાં 20 પૈકી એક મોત શરાબના સેવનના કારણે થાય છે

 

તમને કદાચ ગમશે

Loading...