જાડી અને ઠીંગણી હોવા છતાં કેટલી સુંદર છે આ છોકરી

82
Loading...

જે દેશમાં જાડા હોવું તેને અભિશાપ માનવામાં આવે છે

દક્ષિણ કોરિયા એ એક એવો દેશ છે કે જ્યાં સુંદરતાનો મતલબ છે પાતળા હોવું અને આ દેશમાં જો કોઈનું શરીર જાડું હોય તો તેને ખરાબ માનવામાં આવે છે.

તેવામાં આ છોકરી તે લોકો માટે પ્રેરણારૂપ છે કે જેમનું વજન વધારે છે.

માત્ર 1 વર્ષમાં થઈ ગઈ પ્રખ્યાત

ટેલર નામની આ છોકરી એક મોડેલ છે અને મોડલિંગના ક્ષેત્રમાં પણ તે ઘણાં ફેશન મેગેઝિનના કવરપેજ પર ચમકી ચૂકી છે. તે માત્ર 1 વર્ષના સમયગાળામાં જ પ્રખ્યાત થઈ ગઈ છે.

ટેલરની ઉંમર 26 વર્ષ છે

ટેલર ઘણી પ્રખ્યાત કપડાંની બ્રાન્ડ્સ માટે મોડેલિંગનું કાર્ય કરી ચૂકી છે. તેની ઉંમર માત્ર 26 વર્ષ છે.

લંડનના રોડ પર જ્યારે એક ફોટોગ્રાફરે તેને રોકી

ટેલર એક વખત જ્યારે લંડનના રોડ પર ફરી રહી હતી ત્યારે એક ફોટોગ્રાફરે તેને રોકી અને પૂછ્યું કે શું તે મોડેલિંગ કરશે, ત્યારે ટેલરે એવો જવાબ આપ્યો કે તે જાડી છે માટે મોડેલિંગ કરી નહીં શકે.

જાડી મહિલાઓએ હિંમત એકઠી કરવી જોઈએ

એક ઈન્ટરવ્યૂમાં ટેલરે જણાવ્યું કે જાડી મહિલાઓએ હિંમત એકઠી કરવી જોઈએ અને આત્મવિશ્વાસ વધારવો જોઈએ.

અને આપણે જેવા છીએ તેવો પોતાનો સ્વીકાર કરવો જોઈએ.

જ્યાં જાડિયા હોવાનો મતલબ છે આળસુ હોવું

અમારા દેશમાં જે લોકો જાડિયા હોય તેઓ વિશે એવું કહેવામાં આવે છે કે તેઓની જીવનશૈલી યોગ્ય નથી અને તેઓ આળસુ છે.

સમાજ પણ જાડિયા લોકોને રિજેક્ટ કરે છે. જેનાથી જાડિયા લોકો હેરાન થઈ જાય છે.

વજન ઉતારવા માટે કહેવામાં આવ્યું

આ ટેલર નામની જાડી મહિલા જણાવે છે કે તેને હંમેશાં વજન ઉતારવા માટે કહેવામાં આવતું હતું, આ માટે તેને વજન ઉતારવા માટેની એક સ્કૂલમાં પણ મોકલવામાં આવી હતી.

કમરની સાઈઝને સન્માન મળે છે

દક્ષિણ કોરિયામાં છોકરી પાતળી જ હોય તેવું લોકોનું માનવું છે. અને ત્યાં સમાજ માત્ર કમરની સાઈઝનું સન્માન કરે છે. લગ્ન કરવામાં પણ સમસ્યાઓ સર્જાય છે.

ઓફિસવાળા હંમેશાં એક જ સવાલ પૂછે છે

ટેલર જણાવે છે કે હું જ્યાં નોકરી કરતી હતી ત્યાં મારી સાથે કામ કરતા લોકો માત્ર એક જ સવાલ પૂછતા હતા કે તું આટલી જાડી છે તો તારા લગ્ન કેવી રીતે થશે.

વજન ઓછું કરવાનું બજાર

દક્ષિણ કોરિયામાં છોકરીઓને વજન ઓછું કરવા માટેનું સૌથી મોટું બજાર છે. વર્ષ 2015માં દક્ષિણ કોરિયામાં વજન ઓછું કરી આપતા બજારની કિંમત 2.1 બિલિયન ડોલર હતી.જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...