ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ને લઈ ને જાણો કોણ છે નર્વસ : જાણો વધુ

81
Loading...

Thugs of Hindustan

દંગલ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખે કહ્યું હતું કે હું પહેલીવાર અમિતાભ સર અને કેટરિના કૈફ જેવા માતબર કલાકારો સાથે કામ કરી રહી હતી એટલે Thugs of Hindustan માં કામ કરતી વખતે ખૂબ નર્વસ હતી અને અત્યારે પણ એ નર્વસનેસ ગઇ નથી.

યશ રાજ જેવા પ્રતિષ્ઠિત બેનરની આ ફિલ્મનું ડાયરેક્સન વિજય કૃષ્ણ આચાર્યે કર્યું છે. એમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને આમિર ખાન પહેલીવાર સાથે ચમકી રહ્યા છે. અગાઉ આમિર કહી ચૂક્યો છે કે કેમેરા ચાલુ થાય ત્યારે મારી સામે અમિતાભ બચ્ચનને જોઇને હું મારા સંવાદો ભૂલી જતો હતો.

Thugs of Hindustan

આ ફિલ્મમાં કેટરિના કૈફ અને દંગલ ફેમ ફાતિમા સના શેખ પણ ચમકી રહી છે. ફાતિમાએ અગાઉ આમિર ખાન સાથે દંગલ ફિલ્મ કરી હતી. એની અભિનય ક્ષમતા જોઇને આમિરે જ એને ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાં લેવાની આદિત્ય ચોપરાને વિનંતી કરી હતી.

ફાતિમાએ કહ્યું કે અમિતાભ સર અને આમિર સર જેવા કલાકારોની તુલનાએ હું તો સાવ નાની કહેવાઉં. ફિલ્મમાં મારા રોલને કેવોક આવકાર મળશે એ મુદ્દે હું અત્યારથી નર્વસ છું.

આ ફિલ્મમાં ફાતિમાએ ભાલાફેંક અને તલવારબાજીનાં થોડાંક દ્રશ્યો પણ કર્યાં છે. ફિલ્મ પૂરી થઇ ચૂકી છે અને હાલ પોસ્ટ પ્રોડક્શન્સમાં છે. દિવાળી પર આ ફિલ્મ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.

ઠગસ ઓફ હિન્દુસ્તાન નો ફર્સ્ટ લોગો જોવા મળ્યો : ટ્રેલર ૨૭ સપ્ટેંબરે રજૂ થશે

તમને કદાચ ગમશે

Loading...