‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’નું ધમાકેદાર ટ્રેલર રીલીઝ : જુવો વિડિઓ

મલ્ટીસ્ટારર ફિલ્મ ‘Thugs Of Hindostan’નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને 2018ની સૌથી મોટી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત કરી રહ્યા છે. ફિલ્મ 8 નવેમ્બરનાં રોજ રીલીઝ થશે.

આ પહેલા વિજય કૃષ્ણ સાથે આમિર અને કેટરીના ‘ધૂમ-3’માં કામ કરી ચુક્યા છે. ‘Thugs Of Hindostan’ દ્વારા આમિર ખાન લગભગ એક વર્ષ પછી મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થાય તે પહેલા જાણી લો આ ખાસ વાતો.

Thugs Of Hindostan

– ‘Thugs Of Hindostan’ ફિલ્મ ફિલિપ મીડોઝ ટેલરની 1839માં આવેલી જાણીતી નવલકથા ‘કન્ફેશન્સ ઑફ અ ઠગ્સ’ આ નૉવેલ ઠગોનાં જીવન પર આધારિત છે. તેને 18મી સદીમાં ઘણી જ પસંદ કરવામાં આવી હતી. આ ભારતનાં તે સમયનાં જાણીતા ઠગની વાર્તા છે. ત્યારનાં જાણીતા ઠગ સઈદ સમીર અલીનાં જીવન પર ફિલ્મને આધારિત ગણાવવામાં આવી રહી છે જેની સાથે લેખકે ખૂદ મુલાકાત કરી હતી.

– આ ફિલ્મ દ્વારા આમિર ખાન અને અમિતાભ બચ્ચન પહેલીવાર એકસાથે જોવા મળશે.
– ‘Thugs Of Hindostan’ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગૂ ભાષામાં પણ રીલીઝ થશે.

Thugs Of Hindostan

– આ ફિલ્મ 3D અને IMAX ફૉર્મેટમાં રીલીઝ થશે.
– આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ‘ખુદાબક્શ’નાં પાત્રમાં જોવા મળી રહ્યા છે. તો આમિર ખાન ‘ફિરંગી મલ્લાહ’નાં પાત્રમાં જોવા મળશે.
– ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે આમિર ખાન મેકર્સની પહેલી પસંદ નહતો. આ ફિલ્મ માટે સૌથી પહેલા ઋતિક રોશનને અપ્રોચ કરવામાં આવ્યો હતો, પરંતુ ડેટ્સની સમસ્યાનાં કારણે તે રૉલ કરી શક્યો નહી. તો એવું પણ કહેવામાં આવે છે કે આ ફિલ્મ માટે ઋતિક રોશને 60 કરોડ રૂપિયા ફી માંગી હતી આ કારણે તે પ્રોજેક્ટથી અલગ થઈ ગયો હતો.

– માનવામાં આવે છે કે આ ફિલ્મ માટે મેકર્સ વાણી કપૂરને લેવા માંગતા હતા, જેમની સાથે આતિત્ય ચોપરાએ ‘બેફિક્રે’ બનાવી હતી. જો કે આમિરે આ ફિલ્મ ફાતિમા સના શેખને અપાવી હોવાનું માનવામાં આવે છે.
– આ યશરાજ બેનરની સૌથી મોંઘી ફિલ્મ છે. ફિલ્મને 210 કરોડનાં બજેટમાં બનાવવામાં આવી છે.
– ફિલ્મમાં દર્શકોને શાનદાર સીન્સ જોવા મળશે. સમુદ્રમાં પણ લડાઈ બતાવવામાં આવશે. આ સીન્સ થાઈલેન્ડમાં શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મનો ક્લાઇમેક્સ રાજસ્થાનમાં શૂટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મની તુલનાં હૉલીવુડની ‘પાઇરેટ્સ ઑફ કેરિબિયન’થી કરવામાં આવી રહી છે. તો આમિર ખાનને દેશી જૈક સ્પેરો કહેવામાં આવી રહ્યો છે.

Thugs Of Hindostan

– ‘Thugs Of Hindostan’ એવી પહેલી ફિલ્મ નથી કે જે ઠગો પર બની હોય. આ પહેલા ‘સંઘર્ષ’, ‘The Deceivers’, ‘Indiana Jones and The Temple of Doom’ અને ‘Kidnapped to Mystry Island’ જેવી ફિલ્મો પણ ઠગોની રોમાંચક જિંદગી પર આધારિત છે.
– ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ‘The Deceivers’માં ભારતીય કલાકારો શશિ કપૂર અને સઈદ જાફરી પણ જોવા મળ્યા હતા. તો 1984માં રીલીઝ થયેલી ફિલ્મ ‘Indiana Jones and Temple of Doom’માં અમરીશ પુરીએ પૂજારીની ભૂમિકા નીભાવી હતી, જેઓ લૂંટારુઓનાં એક સમૂહમાં પણ સામેલ હતા.
– આ પહેલા આ ફિલ્મનું નામ ‘ઠગ’ રાખવામાં આવ્યું હતુ.

– કમાણીનાં મામલે આ ફિલ્મ ‘બાહુબલી’ને પછાડી શકે છે. ઉલ્લેખનીય છે કે આમિરની ફિલ્મ ‘દંગલ’એ ચીનમાં 1400 કરોડ રૂપિયા કમાયા હતા.
– યશરાજ બેનરની દિવાળી પર રીલીઝ થયેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’, ‘મોહબ્બતે’, ‘વીર-ઝારા’ અને ‘જબ તક હૈ જાન’ બ્લૉકબસ્ટર રહી છે.

“BAZAAR” સૈફ અલી ખાન સ્ટારર ટ્રેઇલર BSE ખાતે બતાવામાં આવ્યું : જુઓ અને જાણો વધુ

તમને કદાચ ગમશે