“ટોટલ ધમાલ” નું પહેલું પોસ્ટર રિલીઝ થતા જ મચાવી ધૂમ, જુઓ વધુ માહિતી

417
Loading...

ફિલ્માં છે મોટી સ્ટારકાસ્ટ

અભિનેતા અજય દેવગન, માધુરી દીક્ષિત, અનિક કપૂર, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, સંજય મિશ્રા, અરશદ વારસી, ઈશા ગુપ્તા, બમન ઈરાની, મહેશ માંજરેકર, સુદેશ લહરી, રાજપાલ યાદવ અને જૉની લીવર સ્ટારર ડિરેક્ટર ઈન્દ્ર કુમારની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ટોટોલ ધમાલનું પહેલુ પોસ્ટર લોન્ચ થઈ ગયું છે.

ફિલ્મના તમામ કલાકારોએ આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે.

‘ધમાલ’ સીરીઝની ત્રીજી ફિલ્મ

વર્ષ 2007માં રિલીઝ થયેલી ઈન્દ્ર કુમારની સુપરહિટ ફિલ્મ ‘ધમાલ’ બાદ તેની સિક્વલ ‘ડબલ ધમાલ’ અને હવે તેનો ત્રીજો ભાગ ‘ટોટલ ધમાલ’ આવી રહી છે.

ફિલ્મને લઈને તમામ સ્ટાર ખુબ જ ઉત્સાહિત છે. ત્રીજી ફિલ્મમાં અનેક નવા કલાકારો જોડાયા છે. જેનાથી આશા છે કે આ વખતે ત્રણ ગણી ધમાલ જોવા મળશે.

માધુરીની એન્ટ્રી

ફિલ્મના શૂટિંગ દરમિયાન માધુરી દીક્ષિતે આઈએમગુજરાત ડોટ કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મેં ક્યારેય મિત્રતામાં ફિલ્મ કરી નથી.

આ ફિલ્મની સ્ટોરી અને સ્ટારકાસ્ટ ખૂબ સારી છે.મારો રોલ પણ ખૂબ અલગ છે.’

22 ફેબ્રુઆરીએ રીલીઝ થશે ફિલ્મ

ઈન્દ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું ટ્રેલર 21 જાન્યુઆરી 2019ના રોજ રીલીઝ કરવામાં આવશે. ફિલ્મ 22 ફેબ્રુઆરીએ સમગ્ર દેશના થીયેટરમાં જોવા મળશે.

ફિલ્મમાં આમિર ખાન અને સોનાક્ષી સિન્હા મેહમાન કલાકાર તરીકે જોવા મળશે.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...