મૂવી રિવ્યૂઃ તુંબાડ

100
Loading...

તુંબાડ

અમારી રેટિંગ  : 3 / 5
વાંચકોની રેટિંગ : 3.5 / 5

કલાકાર સોહમ શાહ, હરીશ ખન્ના, રોન્જિની ચક્રવર્તી, મોહમ્મદ સમદ, જ્યોતી માલશે, અનીતા દાતે

નિર્દેશક રાહી અનિલ બર્વે

મૂવી ટાઇપ :  Horror,Period,Fantasy

  • લઈ જશે ડરામણી સફર પર

       મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ધરતી પર વ્યક્તિની જરુરિયાત માટે પર્યાપ્ત સાધન છે. તેની લાલચ માટે નહિ. નિર્માતા આનંદ એલ રાય અને સોહમ શાહની તાજેતરની ‘તુંબાડ’નું પણ મૂળ આ જ છે. વધારે પામવાની ઈચ્છા વ્યક્તિને અનેકવાર શૈતાન બનાવી દે છે. તુંબાડ ઈશારામાં જ તમને રહસ્યમયી, રોમાંચકારી અને ડરામણી સફર પર લઈ જશે.

  • શું છે સ્ટોરી

આ ફિલ્મની શરુઆત 1918માં મહારાષ્ટ્રના એક ગામ તુંબાડથી થાય છે. મૂશળધાર વરસાદ વચ્ચે આ ગામની એક જર્જરીત હવેલીમાં એક વિધવા (જ્યોતિ માલશે) એક વૃદ્ધની સેવા કરતી હોય છે. ગામમાં પ્રચલિત કથા અનુસાર આ જર્જરીત હવેલીએ દેવીનું સોનું લઈને ફરાર થઈ જનાર લાલચી પુત્ર હસ્તરનું મંદિર છે. જેમાં ખજાનો છુપાયેલો છે. વેરાન જગ્યામાં પોતાની તૂટેલી ઝૂંપડીમાં જીવન પસાર કરનાર આ વિધવા સોનાની ઈચ્છામાં જ વૃદ્ધની સેવા કરે છે અને જંજીરોમાં બાંધીને રખાયેલી તેની પત્ની માટે જમવાનું પણ બનાવે છે.

  • ખજાનાની તલાશ

આ પછી પણ તેના હાથમાં સોનાના એક સિક્કા સિવાય કશું જ નથી આવતું. ઉલટાનું તેના નાના દીકરાને ગુમાવવો પડે છે. આ કારણે જ તે પોતાના મોટા દીકરા વિનાયક સાથે હંમેશા તુંબાડ છોડીને પુણે આવે છે અને તેની પાસેથી વચન લે છે કે તે ક્યારેય તુંબાડ પરત નહિ આવે. વિનાયક માને વચન તો આપે છે પરંતુ પોતાના પૈતૃક ખજાનાને ભૂલી નથી શકતો અને મોટો થઈને તેની તલાશમાં તુંબાડ પહોંચે છે. હવે સોનાના સિક્કા લેવાની લાલચમાં તે કઈ હદ સુધી પહોંચે છે. તે જોઈને દર્શક કાંપી ઉઠે છે.

  • ચીલાચાલુ હોરરથી અલગ

       ત્રણ પેઢી સુધી ચાલતી આ સ્ટોરી હિસ્ટોરિકલ, પીરિયડ, ફેન્ટસી, હોરર જેવી અનેક જોનર્સનું મિશ્રણ છે. જે શ્રીપદ નારાયણ પેન્ડસેના મરાઠી ઉપન્યાસ ‘તુંબડચે ખેત’ પર આધારિત છે. નિર્દેશક રાહી અનિલ બર્વેએ પોતાની આ પહેલી જ ફિલ્મમાં નવા અને વ્યાપક દ્રષ્ટિકોણથી એન્ટ્રી કરી છે. ફિલ્મને સશક્ત બનાવવા માટે ક્રિએટિવ ડિરેક્ટર આનંદ ગાંધીનો સાથ મળ્યો છે. ‘તુંબાડ’ હિંદુસ્તાની હોરર ફિલ્મ્સના શરીરમાં આત્મા ઘૂસવાની અને તંત્ર-મંત્ર, ઝાડ-ફૂંક જેવી બીબાઢાળ ફિલ્મ્સને તોડે છે.

  • શા માટે જોવી જોઈએ ફિલ્મ

    ઉત્તમ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને પંકજ કુમારની સિનેમેટોગ્રાફી શરુઆતથી જ ડરનું વાતાવરણ પેદા કરી દે છે. અનેક સીન ડરના માર્યા આંખ મીચવા પર મજબૂર કરી દે છે. સેકન્ડ હાફમાં કેટલાક સીન રીપીટેટિવ લાગે છે. જેથી ક્યારેક રસ ઓછો થઈ જાય છે. જોકે, ક્લાઈમેક્સ સીન રુંવાટા ઉભા થઈ જાય તેવો હોય છે. ફિલ્મ ‘સિમરન’માં પોતાની નેચરલ એક્ટિંગ માટે વખાણાયેલા સોહમ શાહ વિનાયકના રોલમાં ખૂબ જ જમાવટ કરે છે. તેની માના રોલમાં જ્યોતિ માલશે અને તેના દીકરાના રોલમાં બાળ કલાકાર મોહમ્મદ સમદે પણ સુંદર કામ કર્યું છે. અજય-અતુલ અને જેસ્પર કીડનું સંગીત ફિલ્મમાં જામે છે. હોરર ફિલ્મ્સના શોખીનને આ ફિલ્મ જરુર પસંદ આવશે.


આ પણ વાંચો : ફ્રાઇડે મૂવી રીવ્યુ : જાણો કેટલા સ્ટાર

તમને કદાચ ગમશે

Loading...