‘વેનમ’ મુવી રીવ્યૂ : 2018 ની સૌથી નબળી સુપરહીરો ફિલ્મ

Venom

અમારી રેટિંગ : ૩/૫

કલાકાર : ટોમ હાર્ડી, મિશેલ વિલિયમ્સ, રિઝ અહમદ
ડિરેક્ટર : રૂબેન ફ્લીશર
મૂવી ટાઈપ : સાયન્સ ફિકશન, એક્શન
ટાઇમ : 1 કલાક 52 મિનિટ

માણસ ઘણા સમય થી પૃથ્વી સિવાય રહેવા માટે એક બીજું ઘર શોધી રહ્યો છે. જેથી જયારે પૃથ્વી રહેવા લાયક ના રહે તો તે ત્યાં વસી શકે. વેનમ પણ એક આવા મિશન ની વાર્તા છે. બીજા ગ્રહ પર જીવન શોધવા ગયેલું સ્પસેશીપ મલેશિયા માં ક્રેશ થઇ જાય છે. તે સ્પસેશીપ માં ૪ એલિયન હોઈ છે. જેને પૃથ્વી જેવા દેખાતા ગ્રહ પર થી લાવામાં આવ્યા હોઈ છે . સ્પેસશીપ ક્રેશ પછી, તેમાંના 3 મળે છે, પરંતુ એક અદૃશ્ય થઈ જાય છે.

જયારે એડી બ્રૉક (ટોમ હાર્ડી) ઉત્સાહી ન્યૂઝ રિપોર્ટર છે જે હંમેશાં કંઈક નવું શોધી રહ્યો છે. એક દિવસ તેમને સ્પેસશીપ કંપનીની માલિકી ધરાવતા મોટા ઉદ્યોગપતિ, કાર્લટન ડ્રેક (રિઝ અહમદ) ની મુલાકાત લેવાની તક મળી. એડી તેના કેટલાક ઝડપી પ્રશ્નો પૂછે છે, જેનાથી તેની અને તેની ગર્લફ્રેન્ડ એન્ની વાઇંગ (મિશેલ વિલિયમ્સ)ને ડ્રેકની કંપનીમાંથી કાઢી મૂકે છે. વાસ્તવમાં ડ્રેકે અન્ય ગ્રહો પાર મનુષ્યો ની રેહવાની સંભાવના શોધી રહ્યો હોઈ છે.એટલા માટે એ પૃથ્વી થી મળતો ગ્રહ પરથી એક એલિયન ને લાવી ને મનુષ્ય ના શરીર માં એડજસ્ટ કરવી ટ્રાય કરે છે.જેથી મનુષ્ય ની શરીર પણ એલિયન ગ્રહ પાર રહેવા લાયક થઇ જાય. એડી સંશોધન માટે લેબમાં જાય છે અને એક એલિયન તેના શરીર માં પ્રવેશી જાય છે.પછી શું થશે તે જાણવા તમારે સિનેમામાં જવું પડશે.

ફુલ મોર્નિંગ શૉ માં ટોમ હાર્ડી ના જબરદસ્ત એકશન અને હ્યૂમર સીન પાર તાળીયો અને સીટીઓ વગાડતા દર્શકો ને જોઈ ને એ કેવું ખોટું નહિ હોઈ કે વેનમ નો ક્રેઝ બીજી બોલિવૂડ ફિલ્મો થી વધુ છે. અલબત્ત ફિલ્મના બેસ્ટ એક્શન દ્રશ્યો તમે આશ્ચર્યચકિત કરશે. 2 કલાક કરતાં ઓછી ફિલ્મ તમને જણાવે છે કે વિજ્ઞાનની માત્ર એક ભૂલ મોટી મુસીબત બની શકે છે અને એક નવા જ પ્રકાર ના એલિયન સાથે રૂબરૂ કરાવે છે.

વેનમ અને તેમના સાથી એલિયન્સ વચ્ચેની લડાઇ ખતરનાક લાગે છે, તેઓ કેવી રીતે મનુષ્યને ગળી જાય છે, તે પણ ડરામણું છે. ટોમ હાર્ડીનો અભિનય મૂવીમાં ખૂબ જજબરદસ્ત છે, હિન્દીનું ડબિંગ પણ અદ્ભુત છે, જે તમને આ આઘાતજનક મૂવીમાં રમૂજની ભાવના પણ આપે છે. ફિલ્મના દિગ્દર્શક રુબેન ફ્લીશર પકડને ગમે ત્યાંથી છૂટવા દેતા નથી. જો તમે આ અઠવાડિયાના અંતમાં એક મહાન એક્શન મૂવીનો આનંદ માણવા ઈચ્છો છો, જેમાં હળવી કૉમેડી પણ હોઈ, તો આ ફિલ્મ તમારે ચૂકવી ના જોઈએ.

 

આ પણ જાણો : ANDHADHUN મુવી રીવ્યૂ : અંધ માણસની જબરદસ્ત રમત : વધુ જાણો

 

તમને કદાચ ગમશે