સોશિયલ મીડિયા પર છવાઇ આ મહિલા, લાખો વાર જોવાયો તેનો વીડિયો

54
Loading...

સોશિયલ મીડિયા પર છવાઇ કૈઝ

વોઇસ ઓવર આર્ટિસ્ટ તો તમે જોયા જ હશે. કોઇ અભિનેતાના અવાજમાં બોલી શકે છે તો કોઇ નેતાની મિમિક્રી કરે છે.

પરંતુ હમણા થોડા દિવસથી સોશિયલ મીડિયા પર એક એવી મહિલા છવાઇ છે જે કોમ્પ્યુટર જેવો જ અવાજ કાઢી શકે છે.

અમેરિકાના બાલ્ટિમોરમાં રહેતી કૈઝ નામની રેપર એપલના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સિરી જેવા અવાજમાં પણ બોલી શકે છે.

સિરીના અવાજમાં બોલતી કૈઝનો વીડિયો

એરિન નામના એક શખ્સે કૈઝનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો. ટ્વિટમાં એરિને લખ્યું હતું કે, ‘હું સિરીના એક માનવસ્વરૂપને મળ્યો’ વીડિયોમાં કૈઝ સિરીના અવાજમાં એક નેવિગેશન જણાવી રહી છે.

આ વીડિયો ટ્વીટ થયા બાદ 2.5 લાખથી પણ વધારે વખત રીટ્વીટ થઇ ચુક્યો છે. કેટલાક લોકોએ આ વીડિયોને ખોટો ગણાવતા લખ્યું કે કૈઝ લિપ સિંક કરી રહી છે.

કૈઝે ટ્વિટર પર વીડિયો કર્યો પોસ્ટ

જે બાદ કૈઝે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક અલગ વીડિયો પોસ્ટ કર્યો જેમાં કૈઝે લોકોને જવાબ આપ્યો.

વીડિયોમાં તેણે કહ્યું કે, ‘મારૂ નામ કૈઝ છે, હું રેપર અને પ્રોડ્યુસર છું. કેટલાક લોકો મારા વીડિયોને ખોટો ગણાવી રહ્યા છે.

આ વાત ખોટી છે, અત્યારે મારી આજુબાજુ કોઇ નથી’ જે બાદ કૈઝ સિરીના અવાજમાં કંઇક બોલે છે. તેનો આ વીડિયો પણ 25 હજાર વખત રીટ્વીટ થયો છે.રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...