ફિલ્મ ‘ઝીરો’નું વધુ એક નવું ગીત રીલિઝ, આવી હોટ લાગી રહી છે કેટરિના

70
Loading...

‘મેરે નામ’ બાદ વધુ એક ગીત રીલિઝ

તા. 21 ડિસેમ્બરના રોજ ક્રિસમસ પહેલાં રીલિઝ થનારી કિંગખાનની નવી ફિલ્મ ‘ઝીરો’નું વધુ એક નવું ગીત રીલિઝ થયું છે.

‘હીર બદનામ’ ગીતમાં કેટરીનાનો એક હોટ લુક જોવા મળ્યો છે. હાલમાં આ ફિલ્મના કલાકારો ‘ઝીરો’નું પ્રમોશન કરી રહ્યા છે.

બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સારી એવી કમાણી કરશે અને સુપરહિટ જશે એવું માનવામાં આવી રહ્યું છે. જોકે, હાલમાં આ ફિલ્મનું ટ્રેલર અને એક ગીત જ રીલિઝ કરવામાં આવ્યું હતું.

ગ્લેમરસ લાગી છે કેટરીના વેસ્ટર્ન આઉટફિટમાં

રોકિંગ મ્યુઝિક સાથે આ ગીતમાં કેટરીના એક્શનલેડીની ભૂમિકામાં જોવા મળી રહી છે.

‘ઝીરો’ ફિલ્મને શાહરૂખ ખાનની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે. 200 કરોડના બજેટમાંથી તૈયાર થયેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન મેરઠના બઉઆસિંહનું પાત્ર અદા કરી રહ્યો છે.

જ્યારે કેટરીના કૈફ એક મોટી રોકસ્ટાર છે. પોતાના હોટ અને ગ્લેમરસ લુકથી આ ગીતમાં તે બઉઆસિંહને ઈમપ્રેસ કરી રહી છે.

પંજાબી ટ્રેક છે હીર બદનામ

‘ઝીરો’ ફિલ્મનું નવું રીલિઝ થયેલું ‘હીર બદનામ’ ગીત એ પંજાબી ટ્રેક છે. જેમાં કેટલાક ડાયલોગ પણ સાંભળવા મળશે.

સ્લીમ એન્ડ ટ્રીમ કેટરીના આ ગીતથી પોતાના ચાહકોને પાગલ કરી દેશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન 40 વર્ષનો સિંગલ છે.

જેના લગ્ન થયા નથી અને છોકરી શોધી રહ્યો છે. આ માટે તે મેટ્રિમોનિયલ સાઈટ અને મેરેજ બ્યૂરોનો સહારો લઈ રહ્યો છે.

હવે જોવાનું એ રહે છે ફિલ્મમાં બઉઆ શું કરે છે. કેટરિનાનો જાદુ કેવો ચાલે છે.

‘હીર બદનામ’ જુઓ વીડિયોજો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...