એપલે લોન્ચ કર્યા નવા ત્રણ iPhone અને સ્માર્ટવોચ : વાંચો શુ છે ખાસ ?

apple તેની વાર્ષિક ઇવેન્ટમાં 3 નવા આઈફોન અને ઇસીજી ફિચર ધરાવતી વૉચ લોન્ચ કરી છે. apple ના સીઈઓ ટીમ કૂકે કહ્યું કે વિશ્વમાં અત્યાર સુધીમાં એપલના 2 અબજ IOS ડિવાઈઝ થઈ ગયા છે. આ ડિવાઈઝે લોકોની જીવન શૈલી બદલી નાંખી છે. કંપનીઅે ત્રણ નવા ફોન- XS MAXમાં ડ્યુઅલ સીમ હશે. XR ફોનમાંથી હોમ બટન દૂર કરાયું છે. આ તમામ ત્રણ આઈફોન 28 સપ્ટેમ્બરથી ભારત સહિત 21 દેશોમાં મળવા લાગશે. આ તમામ ફોનની કિંમત 749 ડોલરથી 1099 ડોલર એટલે કે 54 હજારથી લઈ 80 હજાર સુધીની છે. apple ઇસીજી ફિચર ધરાવતી વોચ-4 સિરીઝ પણ લોન્ચ કરી છે. 14 સપ્ટેમ્બરથી આ વૉચ ઉપલબ્ધ થશે. જો કે ભારતમાં આ વૉચ હમણા મળશે નહીં. હાર્ટ બિટ માપવાની સાથે ઇસીજી ફિચર પણ આ વૉચમાં હશે જે 30 સેકન્ડમાં ઇસીજી લઈ શકશે.

ભારતમાં નવા iPhone કેટલી કિંમતમાં અને કઇ તારીખે ઉપલબ્ધ હશે

apple ભારતમાં iPhone Xs અને iPhone Xs Max અને iphone XRના કિંમતોની જાહેરાત કરી છે. ભારતમાં iPhone XSની શરુઆતની કિંમત 99,900 રૂ. હશે. આ કિંમત 64GB કિંમતવાળો ફોન હશે. આ ફોન 28 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ હશે. 64GBવાળો iPhone Xs Maxની ભારતમાં કિંમત 1,09,000 રૂપિયા હશે. આ ફોનની કિંમત 28 સપ્ટેમ્બરમાં ભારતમાં ઉપલબ્ધ હશે. iPhone Xs અને Xs Max બંને જ સ્માર્ટફોન સ્પેસ ગ્રે, સિલ્વર અને ન્યૂ ગોલ્ડ ફિનિશમાં ઉપલબ્ધ હશે. iPhone XR 26 ઓક્ટોબરમાં ભારતમાં ઉપલબ્ધ હશે. જેની શરુઆતનીકિંમત રૂ.76,900 હશે. ભારતમાં iPhone XRની પ્રી-ઓર્ડર 19 ઓક્ટોબરથી શરૂ થશે. iPhone XR વ્હાઇટ, બ્લેક, બ્લૂ, કોરલ, યલો અને રેડ કલરમાં મળશે. iPhone Xs અને iPhone Xs Max માટે સિલિકોન કેસ રૂ.3,500 રૂપિયામાં મળશે. જ્યારે લેધર ફોલિયો કેસ રૂ.9,900માં મળશે. એપલે પણ નવી એપલ વોચ સિરિઝ 4ની કિમતોનો ખુલાસો કર્યો નથી.

કેવો છે આઇફોન 10 ?

ટીમ કુકે બે નવા ફોન લોન્ચ કર્યા જેમાં એક આઇફોન 10 અને બીજો iphone s MAX, iPhone 10માં 5.8 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે હશે. તથા આ ફોન ગોલ્ડ, સિલ્વર અને ગ્રે કલરમાં ઉપલબ્ધ હશે. જ્યારે iPhone Xs Maxમાં 6.5 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે હશે. નવા iPhoneમાં સૌથી સિક્યોર ફેસ રિકોગ્નિશન હશે, નવા iPhoneનું ફેસ આઇડી અત્યાર સુધી કોઇ પણ ફોનથી સૌથી વધુ ઝડપી હશે. નવા iPhoneમાં સ્ટીરિયો ઓડિયોને વધુ સારો બનાવ્યો છે. નવા iPhoneમાં A12 ચિપસેટ હશે.

કેવો છે iPhone XS?

apple iPhone XSના ફિચર્સની વાત કરીએ તો આ ફોમાં 5.8 ઇન્ચની સ્ક્રીન હશે. આ નવો ફોન સિલ્વર બ્લેક અને નવો ગોલ્ડ ફિનિસમાં ઉપલબ્ધ થશે. આ ફોન માટે પ્રી ઓર્ડર 14 સપ્ટેમ્બર શુક્રવારથી શરૂ થશે. આ ફોન 64 GB, 256 GB અને 512 GB મોડલમાં મળશે. જેની શરૂઆતની કિંમત 999 ડોલર છે. જ્યારે iPhone XS Maxની શરૂઆતની કિંમત 1099 ડોલર છે. iPhone XS, iPhone XS Max ફોન ડુઅલ સીમ સુવિધા ધરાવે છે.

કેવો છે iPhone XR?

iPhone XR ફોનની શરૂઆતની કિંમત 749 ડોલર છે. ડેને એફોર્ટેબલ ગણવામાં આવી રહ્યો છે. આ ફોન માટે 19 ઓક્ટોબરથી ઓર્ડર શરૂ થશે. આ ફોનમાં 6.1 લિક્વિડ રેટિના ડિસ્પેલ ધરાવે છે. આ ફોન બ્લેક, વ્હાઇટ, રેડ, યલો કોરલ અને લ્બ્યૂ કલરમાં આવે છે. આ ફોન 64 GB, 128 GB અને 256 GB મોડલમાં ઉપલબ્ધ રહેશે.

તમને કદાચ ગમશે