Apple લૉન્ચ કર્યું તેનું અત્યાર સુધી સૌથી પાતળું iPad Pro, જાણો કિંમત

બુકલિનમાં Apple iPad Pro નું લૉન્ચિંગ

દુનિયાની સૌથી પોપ્યુલર ટેક કંપની Appleએ પોતાનું આઈપેડ પ્રો લૉન્ચ કરી દીધું છે.

કંપનીએ ન્યૂ યોર્કના બ્રુકલિનમાં આયોજિત ઈવેન્ટમાં આ નવા આઈપેડ પ્રો પરથી પડદો ઉઠાવવામાં આવ્યો.

આવો જાણીએ તેની ખાસિયતો અને કિંમત…

સ્પેસિફિકેશન્સ

Apple iPad Pro

iPad Pro નું 2018 મૉડલ 11 ઈંચ અને 12.9 ઈંચ એમ બે સ્ક્રીન સાઈઝમાં મળશે.

આને 64 GB, 256GB, 512GB અને 1TBના સ્ટોરેજ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવશે.

નવા આઈપેડ પ્રો સિલ્વર અને સ્પેસ ગ્રે કલરમાં ઉપલબ્ધ હશે. કંપનીએ જણાવ્યું કે, આ અત્યાર સુધીના સૌથી પાતળા આઈપેડ છે. બંને આઈપેડની થિકનેસ 5.9 mm છે.

આ જૂના મૉડલ્સથી આશરે 25 ટકા હલકુ છે. આઈફોન એક્સની જેમ કંપનીએ આઈપેડમાંથી પણ હોમ બટન હટાવી લીધું છે.

તે જેસ્ચર કન્ટ્રોલ સપોર્ટ કરે છે. નવા iPad Pro માં એપલ ફેસઆઈડી ફીચર પણ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત એનીમોજી, મેમોજી અને એપલ પે જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

iPad Proની કિંમત

Apple iPad Pro

12.9 ઈંચ સ્ક્રીનવાળા iPad Pro ની યૂએસમાં કિંતમ 999 ડૉલર (આશરે 73,491 રૂપિયા)થી શરૂ થશે જ્યારે 11 ઈંચવાળા આઈપેડ પ્રોની કિમત 799 ડૉલર (આશરે 58778 રૂપિયા)થી શરૂ થશે.

ભારતમાં બંને મૉડલ બીજા તબક્કામાં ઉપલબ્ધ થશે.

ભારતમાં તેની કિંમત અને અવેલેબિલિટી અંગે કોઈ જાણકારી મળી શકી નથી.

આ પણ વાંચો : સાક્ષીના આ ફોટોઝ જોઈ તમારું મન પણ થશે ‘બમ ડિગી ડિગી બમ બમ’ ગાવાનું

તમને કદાચ ગમશે