આવી રહી છે નવી ટેકનોલોજી જેમાં કોઈ ચાર્જર ની જરૂર જ નહિ પડે જાણો વધુ માહિતી

94
Loading...

Charger : આવી રહી છે આવી Technology

VGA કેમેરાનું સ્થાન આજે HD અને 4k એ લીધું છે ત્યારે હવે વારંવાર ચાર્જ કરવી પડતી બેટરીનો પણ વિકલ્પ ટેકનોલોજી માર્કેટમાં આવી ગયો છે.

આવનારા સમયમાં કપડાંથી મોબાઈલ ચાર્જ થઈ જશે.

જોકે, વિચાર એ પણ આવે કે, આવું કેવી રીતે શક્ય છે ત્યારે વિજ્ઞાનીઓએ એક એવી ટેકનોલોજી તૈયારી કરી છે જેની મદદથી કપડાંથી કોઈ પણ મોબાઈલ ચાર્જ થશે.

વિજ્ઞાનીઓ એક એવું ખિસ્સુ બનાવી રહ્યા છે જે ચાર્જિગ ડોક જેવું કામ કરશે અને મોબાઈલ ચાર્જ થશે.

મોબાઈલ સિવાયની વસ્તુ પણ થશે ચાર્જ

આ ટેકનોલોજીની મદદથી માત્ર મોબાઈલ જ નહીં પણ ફિટનેસ ટ્રેકર અને ટેબલેટ પણ ચાર્જ કરી શકાશે. આ પોકેટમાં નાના નાના સોલાર પેનલ હશે.

જે પોકેટ કપડાંના ફેબ્રિકમાં કોટિગ થયેલું હશે. નોટિંગઘમ ટ્રેન્ટ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે, આ શોઘ પાવર જનરેટર તરીકે ઉપયોગ કરી શકાશે અને પ્રમોટ પણ કરશે.

આ ટેકનોલોજીના ઉપયોગથી કાર્બન ઉત્સર્જન પણ ઓછું થશે. આ પેનલમાં માત્ર 3 એમએમ લાંબી અને 1.5 એમએમ પહોળી હશે.જેના પર ફેબ્રિકનું કોટિંગ હશે.

આ પોકેટની મદદથી લોકો રસ્તામાં ચાલતા ચાલતા મોબાઈલ ચાર્જ કરી શકશે.

પાવરબેન્કની જરૂર નહીં પડે

આ ટેકનોલોજી માર્કેટમાં આવતા ચાર્જર કે પાવરબેન્કની જરૂર નહીં રહે. આ ટેકનોલોજી ચાર્જિગનો કોનસેપ્ટ બદલી નાંખશે.

આ ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાતા ફાઈબલ સેલ નેટવર્ક અને ઈલેક્ટ્રિક્ટ સિટી જનરેટ કરશે.

આ એનર્જીની મદદથી તમે મોબાઈલ ડિવાઈસ ચાર્જ કરી શકશો. જોકે, આ સેલ જોવા નહીં મળે, એટલું જ નહીં કપડાં પહેરતી વખતે તે ફીલ પણ નહીં થાય.

2,000 પેનલની જરૂર

રિસર્ચ ટીમે જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન કે ફિટનેસ ટ્રેકરને ચાર્જ કરવા માટે આશરે 2000 પેનલની જરૂર હોય છે.

જોકે, રિસર્ચ ટીમે હાલમાં જે કોનસેપ્ટ પર ટેકનોલોજી તૈયાર કરી છે જેમાં માત્ર 2000 પેનલ જ છે. તેથી સરળતાથી ફોન ચાર્જ થઈ જશે.

આ ટેકનોલોજી પર રિસર્ચ કરનારા પ્રોફેસરે કહ્યું હતું કે, આ ઈનોવેશનથી ડિવાઈસને ચાર્જર સાથે ક્નેક્ટ કરવાની મથામણ ઓછી થઈ જશે. કાર્બનનું ઉત્સર્જન પણ ઘટશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સટાગ્રામ માં ફોલો કરવા ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...