Storage ખરીદવા માટે થશે આટલા રૂપિયા,Googleએ શરૂ કરી નવી સર્વિસ : જાણો વધુ

212

ગૂગલએ પોતાની નવી Cloud સ્ટોરેજ સેવા ‘Google One’ને ભારતમાં લોન્ચ કરી છે. જે અંતર્ગત કંપનીએ Google Photos, Gmail અને Google Drive જેવા પ્રોડક્ટ્સ ઉપર 100GBથી 30TB સુધી પ્લાન ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી.

કંપનીના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ 100GB, 2TB, 30TBના પ્લાન ઉપલબ્ધ કરાવશે. પ્લાનની કિંમત 130 રૂપિયા પ્રતિ મહિના, 650 રૂપિયા/ મહિના અને રૂ.19500 પ્રતિ મહિના રાખવામાં આવી છે. આ વર્ષમાં લોન્ચ થયેલી આ સર્વિસને લઇને ગૂગલે કહ્યું કે, Cloud સબ્સક્રિપ્શન સર્વિસને ધીરે ધીરે દુનિયાભરમાં ફેલાવામાં આવશે. જેમાં ભારત ઉપર ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, USમાં આ સર્વિસને ઓગસ્ટમાં પણ લોન્ચ કરવાાં આવી હતી. ગૂગલે આ સર્વિસને લઇને ફેમિલી પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જેમાં યુઝર્સ સ્ટોરેજ પ્લાનને પોતાના પાંચ સભ્યો સાથે શેર કરી શકે છે. ગૂગલ પ્રમાણે આ નવી સર્વિસ આવવાથી કોર્પોરેટ અકાઉન્ટ પ્રભાવિત નહીં થાય.

Loading...

ગૂગલ One થકી યુઝર્સને Google Home અને Pixel જેવા ગૂગલ હાર્ડવેર માટે ઇસ્ટેન્ટ સપોર્ટ મળશે. આ પહેલા કંપનીએ હિંટ આપી હતી કે, ગૂગલ વનથી ગૂગલ પ્લે ક્રેડિટનો ફ્રી એક્સેસ મેળવવામાં આવી શકે છે. જેમાં યુઝર્સ એપ્સ, મ્યુઝિક, મૂવી જેવી ડિલ્સ ખરીદી શકશે.

આ પણ વાંચો : કોહિનૂર કરતાં પણ મોંઘો છે આ ‘પથ્થર’ : જાણો વધુ

તમને કદાચ ગમશે

Loading...