ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવાની પ્રોસેસ : જાણો વધુ

Instagram અને ફેસબુક બંને પોપ્યુલર પ્લેટફોર્મ છે, પરંતુ વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવું થોડું મહેનતનું કામ છે. અહીં 10000 ફોલોઅર્સ લાવવા પણ બહુ મોટી વાત છે. ઇન્સ્ટાગ્રામ પર વધુ ફોલોઅર્સ લાવવા માટે સેલિબ્રિટી કે જાણીતી બ્રાન્ડ હોવું જરૂરી છે. જો કે, ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા ઇમ્પોસિબલ નથી, તેના માટે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવાની જરૂર છે.

ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ સેટિંગ

ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે એકાઉન્ટમાં યોગ્ય રીતે પ્રોફાઇલ સેટ કરવી અત્યંત જરૂરી છે. ઇન્સ્ટાગ્રામ પર લોકો એકાઉન્ટ તો બનાવતા હોય છે પણ ત્યાં બાયોગ્રાફી પર ધ્યાન નથી આપતા. ફોલોઅર્સ વધારવા માટે Instagram પ્રોફાઇલમાં યોગ્ય ફોટો, પોતાની બાયોગ્રાફીમાં પોતાની વેબસાઇટ કે બ્લોગની લિંક રાખવી જરૂરી છે. કારણ કે, તમારી બાયોગ્રાફી સામેવાળા પર સૌથી પહેલી ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે. આથી પોતાની પ્રોફાઇલ સારી રીતે ક્રિએટ કરો.

એન્ગેજમેન્ટ ગ્રૂપ્સ જોઇન કરો

એવા ઘણા ફોલોઅર્સ હોય છે જેમના ફોલોઅર્સની સંખ્યા ટૂંક જ સમયમાં વધી જતાં હોય છે. જો કે, આવું એક ટ્રિકને કારણે શક્ય બને છે. તમે ઇન્સ્ટાગ્રામ પર Engagement (એન્ગેજમેન્ટ) ગ્રૂપ્સ જોઇન કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર ટ્રાવેલ, બ્યૂટી, ફેશન રિલેટેડ ઘણા ગ્રૂપ્સ હોય છે, જેને જોઇન કરીને તમે ત્યાં પોતાની પોસ્ટ શેર કરી શકો છો.

Instagram

ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહો

જો તમે ફોલોઅર્સ વધારવા ઇચ્છો છો તો અહીં તમારું એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે. એટલું જ નહીં સમયાંતરે અહીં તમારે કંઇક ને કંઇ શેર કરવું જરૂરી છે. આથી જો તમારી પોસ્ટ કોઇને ગમશે તો તે વ્યક્તિ તમને ફોલો કરી શકે છે. જો કે, પોસ્ટિંગ માટે શક્ય હોય તો સવારના 8થી સાંજના 5 વાગ્યાનો સમય બેસ્ટ છે. આ સમય દરમિયાન તમને સૌથી વધુ એન્ગેજમેન્ટ મળશે.

Creative હેશટેગનો યૂઝ

Hashtag ‘#’ નું મહત્વ સોશિયલ મીડિયમાં ખૂબ વધુ છે. તે એક કીવર્ડની જેમ કામ કરે છે. તેવામાં કોઇ ચોક્કસ ફોટો કે વીડિયો જોવા ઇચ્છો છો તો તેને નામથી સર્ચ કરીને જોઇ શકો છો. જો કે, અહીં Instagram માં એક કે બે હેશટેગથી કામ નહીં થાય. આ માટે તમારે સારામાં સારા અને વધુમાં વધુ હેશટેગ્સનો યૂઝ કરવો જરૂરી છે.

Instagram

બીજાની પોસ્ટ લાઇક કરો અને કોમેન્ટ કરો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવા માટે બીજાની પોસ્ટને લાઇક કરવી ખૂબ જરૂરી છે, કહેવાય છે કે, કુછ પાને કે લિએ કુછ કરના પડતા હૈ. આથી ગમે કે ન ગમે બીજાની પોસ્ટ લાઇક કરો તેમાં કોમેન્ટ કરો. એટલું જ નહીં કોઇએ તમારી પોસ્ટમાં કોમેન્ટ કરી હોય તો તેનો રિપ્લાય આપવાનું ન ભૂલો.

તમને કદાચ ગમશે