iPhone XS – મોંઘાદાટ આઇફોનની ખાસ વાત એપલે કેમ છુપાવી ? : જાણો વધુ

એપલના મોંઘાદાટ iPhone Xs અને iPhone Xs Maxનું વેચાણ અમેરિકા સહિત કેટલાંક દેશોમાં શરૂ થઇ ગયું છે. ભારતમાં પણ આઇફોન Xs અને આઇફોન Xs Maxના પ્રી-ઓર્ડર શરૂ થઇ ગયા છે. iPhone Xsની કિંમત ભારતમાં 99900 રૂપિયાથી શરૂ થાય છે. ઘણા લોકોએ પોતાનો જૂનો iPhone નવા આઇફોન એક્સએસ કે આઇફોન એક્સએસ મેક્સ સાથે અપગ્રેડ કરવાનું વિચાર્યું હશે. અમેરિકા સહિતના દેશોમાં જ્યાં નવા આઇફોનનું વેચાણ શરૂ થયું ત્યાં લોકોની સ્ટોર બહાર લાઇનો લાગેલા ફોટો જોવા મળે છે, પરંતુ એપલે જે ખાસ વાત છુપાવી છે.

ઓછો ટોક ટાઇમ
નવા iPhone XSમાં એપલે યૂઝર્સના મતે સૌથી અગત્યના ફીચર ‘બેટરી લાઇફ’ને અવગણી હોવાનું સામે આવ્યું છે. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર એપલ દાવો કરે છે કે, આઇફોન 10 એસ (XS) ગત વર્ષના iPhone 10 (X) કરતાં 30 મિનિટ વધુ ચાલશે. આઇફોન 10 યૂઝર્સ ફોનની બેટરી લાઇફથી ખાસ ઇમ્પ્રેસ ન હતા. ડિઝાઇન અને ફીચર્સમાં લગભગ સમાન જણાતાં iPhone Xs અને iPhone Xમાં જ્યારે ટોક ટાઇમ ચેક કરશો તો નવા આઇફોનમાં ગત વર્ષ કરતાં 1 કલાક ઓછો ટોક ટાઇમ મળશે.

ચાઇનીઝ વેબસાઇટને કારણે પકડાયું એપલ
એપલના દાવા અનુસાર, iPhone Xsમાં પાવરફુલ A12 બાયોનિક ચિપ છે જે ગત વર્ષના આઇફોનમાં વપરાયેલી ચિપ કરતાં ઓછાં પાવરમાં 50 ટકા વધુ પાવરફુલ છે. જો કે, એપલની પોલ ચીનની મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી સાઇટ TENAA દ્વારા ખુલી. લાખ રૂપિયા લેવા છતાં એપલે કેવી રીતે અગત્યની ઇન્ફર્મેશન છુપાવી તે સમગ્ર વાત પર માયડ્રાઇવર્સે મીડિયાનું ધ્યાન દોર્યું છે. ચીનની સરકારી સાઇટના નિયમ અનુસાર, દેશમાં લોન્ચ થતાં તમામ ફોન્સની તમામ ટેક્નિકલ ડિટેઇલ્સ અહીં રજૂ કરવી જરૂરી છે. આથી જે ડિટેઇલ્સ એપલે પોતાની વેબસાઇટ પર છુપાવી હતી તે ચીનની વેબસાઇટ પર તેણે જાહેર કરવી જ પડી.

Iphone xs

બેટરીને કારણે પોલ ખૂલી

શોકિંગ વાત એ છે કે, આઇફોન Xમાં નિરાશાજનક 2716 mAh કેપેસિટીની બેટરી હતી, જ્યારે iPhone Xsમાં માત્ર 2658 mAhની બેટરી યૂઝ કરવામાં આવી છે. FixjeiPhone દ્વારા બંને  iPhone X અને iPhone XSને ખોલીને જોવામાં આવ્યું ત્યારે જણાયું કે, આઇફોન એક્સ અને iPhone Xsમાં ‘L’ શેપમાં બેટરી સેટઅપ છે. આઇફોન એક્સમાં બે લંબચોરસ બેટરીનો યૂઝ કરવામાં આવ્યો છે જ્યારે નવા આઇફોનમાં એક જ બેટરીનો યૂઝ કરવામાં આવ્યો છે. બે બેટરીના સેટઅપ કરતાં સિંગલ બેટરી સેટઅપ સ્વાભાવિક રીતે વધુ સારું પરફોર્મ કરે, પરંતુ ધ્યાનથી જોતાં જણાશે કે એપલે નવા iPhone Xsમાં બેટરીના ઉપલા ભાગની જાડાઇ અને કોર્નરને અગાઉ કરતાં સાઇઝમાં ઘટાડ્યા છે. ઓછી બેટરી લાઇફની સાથે વધુ નિરાશાજનક વાત એ છે કે, કંપનીએ મોંઘાદાટ નવા આઇફોન્સના બોક્સમાં સ્લો ચાર્જર આપ્યું છે.

સેમસંગ આપે છે પાવરફુલ બેટરી
ફોર્બ્સ અનુસાર, iPhone Xsમાં ઓછી બેટરી રાખીને એપલ કદાચ વધુ મોંઘો iPhone Xs Max નું વેચાણ વધારવા ઇચ્છે છે. ચાઇનીઝ સાઇટ અનુસાર, iPhone Xs Maxમાં 3174 mAhની બેટરી છે. એપલની ચોરી પકડાવવાને કારણે કદાચ કંપની પોતાનો બચાવમાં કહી શકે છે કે, ઓછી સ્પેસમાં મોટી બેટરી આપવી મુશ્કેલ છે, પરંતુ સાઇઝમાં લગભગ આઇફોન Xs Max જેટલાં જ સેમસંગ ગેલેક્સી નોટ 9માં 4000 mAhની બેટરી છે. સેમસંગ ગેલેક્સી નોટ 9માં નૉચ વગરની ફુલ ડિસ્પ્લે છે. એટલું જ નહીં સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટફોનમાં હેડફોન જેક પણ છે.

Iphone xs

  • iPhone Xrની કિંમત અને બેટરીઆઇફોન Xs અને આઇફોન Xs Maxની સાથે કંપનીએ પ્રમાણમાં સસ્તો આઇફોન Xr પણ લોન્ચ કર્યો છે. iPhone Xs 5.8 ઇંચની અને iPhone Xs Max 6.5 ઇંચની ડિસ્પ્લે ધરાવે છે. જ્યારે 6.1 ઇંચની ડિસ્પ્લેવાળો iPhone Xrમાં એપલે 2942 mAhની બેટરી આપી છે. આઇફોન Xs કરતાં આઇફોન Xrમાં માત્ર 5 ટકા મોટી ડિસ્પ્લે હોવા છતાં 9 ટકા મોટી બેટરી આપવામાં આવી છે. ભારતમાં આઇફોન  Xr 76900 રૂપિયાની કિંમતે ઓક્ટોબર મહિનાથી વેચાશે. જો વિચારીએ તો iPhone Xs કરતાં લગભગ 23000 રૂપિયા સસ્તો, લગભગ સમાન ફીચર્સ અને લાંબી બેટરી લાઇફ મળતી હોય તો iPhone Xr જ ખરીદવાનો આગ્રહ લોકોએ રાખવો જોઇએ.

    PM રાંચીમાં આયુષ્માન ભારત યોજનાનો પ્રારંભ કરશે, 11 કરોડ પરિવારને મળશે લાભ : જાણો વધુ 

તમને કદાચ ગમશે