10GB રેમ સાથે લોન્ચ કરશે દુનિયાનો પહેલો 5G સ્માર્ટફોન! : જાણો વધુ

223
Loading...

ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી આગામી હેંડસેટ Mi Max 3ને લઈને જાણકારી સામે આવવા લાગી છે. આ પહેલા કંપનીએ જણાવ્યું હતું કે આ ફોન 5જી સપોર્ટ સાથે આવશે. સાથે જ આ પહેલો ફોન હશે જે 10જીબી રેમ સાથે રજૂ કરવામાં આવશે. આ વાતની જાણકારી કંપનીએ આપી છે. આ ફોનમાં રેમ ઉપરાંત ઘણા અન્ય શાનદાર ફીચર્સ જેવા કે સ્લાઈડિંગ કેમેરા અને ફુલ સ્ક્રી ડિસ્પલે પણ આપવાની ઉમ્મીદ છે. આ ફોનના લોન્ચ પહેલા તેના ઘણા ટીજર્સ જોવા મળી શકે છે.

શાઓમીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર જારી કરી કન્ફર્મ કર્યું છે કે આ ફીચર્સ સાથે Mi Mix 3 દુનિયાનો પહેલો 5જી કોમર્શિયલ સ્માર્ટફોન હશે. આ ઉપરાંત ફોનમાં ઘણા અન્ય શાનદાર ફીચર્સ આપવામાં આવી શકે છે. જોકે કંપની તરફથી ઔપચારિક રીતે જાહેર કર્યા વિના ફીચર્સ વિશે કશું કહી ન શકાય.

આ ફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર અને 10જીબી રેમથી સાથે હશે. સાથે જ તેમાં એડવાન્સ 3D ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ આપવાની ઉમ્મીદ છે. તેની ડિઝાઈન બેઝલ લેસ હશે. આ ડિસ્પલે ફીંગરપ્રિન્ટ સેન્સર અને હાઈ સ્ક્રીન રેશિયો જેવા ફીચર્સ પણ હશે. આ ફોન 25 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરવામાં આવશે. ભારતમાં તેની એન્ટ્રી ક્યારે થશે તેની જાણકારી મળી શકી નથી.

આ પણ વાંચો : બધાઈ હો મૂવી રીવ્યૂ: કૌશિક પરિવારને ‘બધાઈ હો’ કહેવાનું ભૂલશો નહીં, ચોક્કસપણે આખા પરિવાર સાથે જુઓ …

તમને કદાચ ગમશે

Loading...