Mobile : ફોલ્ડેબલ ફોનમાં હશે બે બેટરી, 1.3 લાખ રૂપિયા હોઈ શકે છે કિંમત જાણો વધુ

42
Loading...

Mobile સેમસંગનો ફોલ્ડેબલ સ્માર્ટફોન

સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે. સેમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોનના રિપોર્ટ પણ આવવા લાગ્યા છે.

એક રિપોર્ટ પ્રમાણે, ફોલ્ડેબલ સ્માર્ટફોનનું નામ Galaxy F હોઈ શકે છે. જેમાં Fનો મતલબ ફોલ્ડ છે. આ સ્માર્ટફોનમાં બે અલગ અલગ બેટરી હશે.

આ બંને બેટરીની કુલ કેપેસિટી 6000 mAh હશે.

બે પાવરફુલ બેટરી

સામાન્ય રીતે આટલી કેપેસિટીવાળી બેટરી સ્માર્ટફોનના બદલે ટેબ્લેટમાં હોય છે. બે અલગ અલગ બેટરીઓ 2 ડિસ્પ્લેને પાવર આપશે.

જ્યાં સુધી કેમેરાની વાત છે આ ફોલ્ડેબલ સ્માર્ટબેકના રિયરમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ હશે.

એટલે કે સ્માર્ટફોનના પાછળના ભાગે 12-12 મેગાપિક્સલના બે કેમેરા હશે. રિપોર્ટ પ્રમાણે, આ ફોલ્ડેબલ ફોનમાં ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરા હશે.

રિપોર્ટ પ્રમાણે, આ ફોલ્ડેબલ ફોનમાં ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરા હશે.

12GB સ્ટોરેજ

CGS-CIMBના રિસર્ચ એનાલિસ્ટના મતે, “સપ્લાયર્સે આ માહિતીની પુષ્ટિ કરી છે.” સેમસંગના ફોલ્ડેબલ ફોનમાં Exynos 9820 અથવા ક્વોલકોમ 855 પ્રોસેસર હોઈ શકે છે.

આ ફોનમાં 8GB રેમ અને 12GB સ્ટોરેજ હોઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે, આ સ્માર્ટફોનમાં એકથી વધારે સ્ટોરેજ ઓપ્શન હોઈ શકે છે.

કિંમત

આ ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત 1800 ડોલર (આશરે 1,30,000 રૂપિયા) હોઈ શકે છે. કારણકે ફોનની મટિરિયલ કોસ્ટ 636.70 ડોલર (આશરે 46,000 રૂપિયા) છે.

સેમસંગ અગાઉ આ બાબતનો ખુલાસો કરી ચૂક્યું છે કે, ફોનમાં 7.3 ઈંચની સ્ક્રીન હશે જેનું રિસોલ્યુશન 1536×2152 પિક્સલ હશે.

Galaxy Fold એન્ડ્રોઈડ 9 Pie પર આધારિત સેમસંગના નવા OneUI ઈન્ટરફેસ સાથે આવશે.

સેમસંગ 20 ફેબ્રુઆરીએ ગેલેક્સી S10 લોન્ચ કરવાનું છે. સેમસંગ ગેલેક્સી ફોલ્ડ માર્ચ અથવા એપ્રિલમાં લોન્ચ કરી શકે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સટાગ્રામ માં ફોલો કરવા ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...