એક વર્ષ માટે સ્માર્ટફોનનો યુઝ ન કરો અને જીતો 72 લાખ રૂપિયા!

81
Loading...

Mobile કોકા કોલાએ રજૂ કર્યો અનોખો કૉન્ટેસ્ટ

જો તમે માનતા હોવ કે, તમે એક વર્ષ સુધી સ્માર્ટફોનનો યુઝ કર્યા વિના રહી શકો છો તો તમારા માટે આ એક શાનદાર ન્યૂઝ છે.

કોકા-કોલાની કંપની વિટામિન વૉટર એક કૉન્ટેસ્ટનું આયોજન કરી રહી છે. આ કૉન્ટેસ્ટમાં કંપનીએ 1 લાખ ડૉલર (72 લાખ રૂપિયા)નું ઈનામ રાખ્યું છે.

આ કૉન્ટેસ્ટમાં ભાગ લેનારા લોકોએ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનો નથી. કંપની ફોન કૉલ કરવા માટે કન્ટેસ્ટન્ટને 1996નો એક ફીચર ફોન આપશે.

CNBCના એક રિપોર્ટ અનુસાર વિટામિન વૉટરની બ્રાન્ડ મેનેજર નતાલિયા સુરાએઝે કહ્યું કે,

‘અમે નથી વિચારતા ફોનમાં સ્ક્રોલિંગ કરવાથી વધુ કંટાળાજનક કંઈ હોઈ શકે, અહીં અમે તેના વિરુદ્ધ એક ચાન્સ આપી રહ્યાં છીએ.

પોતાના સમય સાથે કંઈક શાનદાર કરવા માટે અમે 1 લાખ ડૉલર જીતવાની પણ તક આપી રહ્યાં છીએ.’

આ છૂટ મળશે

જો તમે એ વાતથી ચિંતિત હોય કે, આમાં ભાગ લેવા માટે તમારે તમારું કામ છોડવું પડશે તો તમે ખોટા છો.

તમે Google હોમ અથવા એમેઝોન એલેક્સા દ્વારા સંચાલિત લેપટૉપ અથવા ડેસ્કટૉપ કોમ્પ્યુટર

અને સ્માર્ટ ડિવાઈસનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો. જોકે, તમે ઈનામી રકમ જીતવા

માગતા હોવ તો તમે કોઈપણ Smartphone અથવા ટેબલેટનો ઉપયોગ નહીં કરી શકો.

ફોન પર વાત કરવા માટે તમને કંપની તરફથી ફીચર ફોન મળશે.

કેવી રીતે કરશો એન્ટ્રી

સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે 8 જાન્યુઆરી 2019 સુધી રજિસ્ટ્રેશન કરવું પડશે. આમાં એન્ટ્રી

કરવા માટે તમારે #NoPhoneForAYear અને #Contestનો ઉપયોગ કરવાનો રહેશે અને

લખવું પડશે કે, તમે શું કરશો જો તમે એક વર્ષ સુધી Mobile નો ઉપયોગ ન કરી શકો અને તેને ટ્વીટર

તથા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શકો છો.

છ મહિના માટે પણ રમી શકો છો આ કૉન્ટેસ્ટ

વિટામિન વૉટર 22 જાન્યુઆરી સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂરી કરશે અને એક જૂનો ફીચર ફોન

આપશે. જો તમને લાગતુ હોય કે, સ્માર્ટફોન વિના એક વર્ષ રહેવું બહુ વધારે છે તો તમે ભારતમાં

10 હજાર ડૉલર અથવા 7.2 લાખ રૂપિયાનું ઈનામ જીતવા માટે 6 મહિનાનો સમય પસંદ કરી

શકો છો. પણ તમે ચીટ કરવાની આશા ન રાખતા કારણ કે, ઈનામી રકમ જીતવા માટે લાઈ-

ડિટેક્ટર ટેસ્ટમાં જીતવું પડશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સટાગ્રામ માં ફોલો કરવા ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...