Mobile ચિપસેટ પર ચાલનાર પ્રથમ ફોન
હુવાવેની અપબ્રાંડ ઓનરે પોતાનો નવો મોબાઈલ ઓનર 8સી એક્સક્લુઝિવલી એમેઝોન પર ઓનલાઈન માર્કેટમાં લૉંચ કર્યો છે. જેની કિંમત આશરે 15,000 જેટલી રાખવામાં આવી છે.
આઈ એન્ડ ગેઝેટ્સના સુત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે,
મિડરેન્જના આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 632 ચિપસેટ પર ચાલનારો આ પ્રથમ ફોન હશે.
જેની ટક્કર શાઓમીના રેડમી નોટ 6પ્રો સાથે થશે. જેને તાજેતરમાં જ લૉંચ કરવામાં આવ્યો છે.
આ છે Mobile ફીચર્સ
આ સ્માર્ટફોનની કિંમત 13,999થી 15,999 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે.
આ ફોન આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સથી લેસ છે અને શક્યતાઓ છે કે
આ ડિવાઈસના બે મોડેલ 4જીબી રેમ પ્લસ 64 જીબી અને 6 જીબી રેમ પ્લસ 64 જીબીમાં લૉંચ થશે.
જેમાં 4000MHની બેટરી પણ આપવામાં આવી છે. જ્યારે 6.26 ઈંચની સ્ક્રિન આપવામાં આવી છે.
આ મહિનાની શરૂઆતમાં કંપનીએ ઓનર 10 લાઈટ લૉંચ કર્યો હતો.
જેની ડિસપ્લે 6.21 ઈંચ અને રિઝોલ્યુશન 1080×2340 છે. આ સાથે 2.2 ગિગાહાટ્સનું ઓક્ટોકોર પ્રોસેસર અને 4 જીબી રેમ આપવામાં આવી છે.
દિવાળી પર થયો કંપનીને ફાયદો
ઓનર મોબાઈલ કંપનીએ દિવાળીના તહેવાર નિમિતે 10 લાખ મોબાઈલ વેંચી નાખ્યા હોવાનો દાવો કર્યો હતો.
જેમાં ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ અને એમેઝોન ઈન્ડિયા પર ઓનર 9એન અને ઓનર8 એક્સ સેલના પ્રથમ દિવસથી જ લોકપ્રિય રહ્યા હતા.
કંપનીએ તાજેતરમાં જ વૈશ્વિક સ્તરે લૉંચ કરેલા ઓનર8 એક્સના 60 લાખ મોબાઈલ વેચ્યા હતા.
કચ્છના માંડવીમાં સેક્રેડ ગેમ્સનું શૂટિંગ કરી રહ્યો છે સૈફ અલી ખાન : જુવો ફોટો