Nokia 9 મા હશે 5 રિયર કેમેરા, જોઈ લો તેના ફીચર્સ

ફિનલેન્ડની મોબાઈલ નિર્માતા કંપની HMD ગ્લોબલ ટૂંકમાં જ પોતાનો નવો સ્માર્ટફોન Nokia 9 લોન્ચ કરી શકે છે. મળતી જાણકારી અનુસાર, Nokia 9માં પાંચ કેમેરાની સાથે તેમાં LED ફ્લેશ પણ છે. રિયર પર આપવામાં આવેલાં પાંચ કેમેરા ગોળાકારમાં બનાવવામાં આવ્યાં છે. ફોનનો મોડલ નંબર TA-1094નાં નામથી લિસ્ટેડ છે. જોકે, આ ફોનની લીક થયેલી ઈમેજમાં સ્માર્ટફોનનો માત્ર પાછળનો ભાગ બતાવવામાં આવ્યો છે. સાથે જ આ ફોનમાં 7 કટ આઉટ્સ પણ છે. આ ફોનની પાછળ ફિંગર પ્રિન્ટ સેન્સર નથી. એવામાં આ સ્માર્ટફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરનો સમાવેશ કરવામાં આવી શકે છે. આશા છે કે Nokia પોતાનાં આ સ્માર્ટફોનમાં 8 GBની રેમ અને 256 GBનું ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

Nokia 9નાં 2018નાં મધ્યમાં લોન્ચ થવાની આશા છે. જોકે, કેમેરા સેટઅપ સાથે સંકળાયેલા મામલાને કારણે તેનાં લોન્ચિંગમાં મોડું થઈ રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવામાં આ સ્માર્ટફોનને વર્ષનાં અંતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે, કંપની તરફથી આ ફોનનાં લોન્ચિંગ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. એવામાં આ સ્માર્ટફોનને લેટેસ્ટ એન્ડ્રોઈડ 9 પાઈની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, ફોનનાં ફિચર્સની વાત કરીએ તો તેમાં 6.1 ઈંચની ડિસ્પ્લે હોવાની આશા છે, જેનાં પર ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શનનો સપોર્ટ આપી શકાય છે. ફોનમાં સ્નૈપડ્રેગન 845 પ્રોસેસર હશે. પાવર માટે આ ફોનમાં 4000 mAhની બેટરી આપવામાં આવી શકે છે.

તમને કદાચ ગમશે