ચાર કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો સ્માર્ટફોન : જાણો ખાસિયતો?

106
Loading...

ભારતમાં રજૂ થયો Redmi Note 6 Pro પ્રો

ચીનની સ્માર્ટફોન મેકર શાઓમીએ ભારતમાં Redmi Note 6 Pro લોન્ચ કરી દીધો છે.

આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે બે રિયર કેમેરા આપેલા છે. એટલે કે ટોટલ તેમાં ચાર કેમેરા છે.

આ સ્માર્ટફોનનો પહેલો સેલ 23 નવેમ્બરે છે અને તેને ફ્લિપકાર્ટ અને શાઓમીની વેબસાઈટ પરથી ખરીદી શકાય છે.

આ સ્માર્ટફોનને ચાર કલર વેરિયન્ટ બ્લેક, રોઝ ગોલ્ડ, રેડ અને બ્લ્યૂમાં લોન્ચ કરાયો છે.

કેટલી હશે કિંમત?

બે મેમોરી વેરિયન્ટ વાળા આ સ્માર્ટફોનમાં 4GB/64GBવાળા વેરિયન્ટની કિંમત 13,999 રૂપિયા છે. જ્યારે 6GB/654GBવાળા વેરિયન્ટની કિંમત 15,999 રૂપિયા છે.

બોક્સમાં અલ્ટ્રા સ્લિમ કેસ પણ મળશે. જો આ સ્માર્ટફોનમાં તમે જિયો સિમકાર્ડ યુઝ કરો છો તો તમને 2400 રૂપિયાનું કેશબેક મળશે.

6.26 ઈંચની હશે ફુલ એચડી ડિસ્પલે

શાઓમીના આ સ્માર્ટફોનમાં 6.26 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પલે આપેલી છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 19:9 છે. આ સ્માર્ટફોનની બોડી ટૂ સ્ક્રીન રેશિયો 86 ટકા છે અને ડિસ્પલેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન આપેલી છે.

સાથે જ તેમાં 14nm ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપેલું છે.

પહેલાથી મળશે MIUI 10

આ સ્માર્ટફોનમાં MIUI 10 આપેલું છે. ભારતમાં શાઓમીના આ પહેલો ડિવાઈસ છે જેમાં વેચાણ સાથે જ MIUI 10 મળી રહ્યું છે. કંપની મુજબ આ 10 ગણુ વધારે ઝડપી છે.

આ સ્માર્ટફોનની ખાસિયત છે કે તેને વાઈફાઈથી કનેક્ટ કરવા પર તે રીપીટર તરીકે અન્ય ડિવાઈસ પણ કનેક્ટ કરી શકે છે. જેમ કે તમે એરપોર્ટ પર કોઈ ડિવાઈસ યુઝ કરવા માટે વાઈફાઈ મળે છે.

પરંતુ આ સ્માર્ટફોનની મદદથી તમે અન્ય ઘણા ડિવાઈસ કનેક્ટ કરી શકો છો.

કેમેરાની ખાસિયતો

કેમેરામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સીન ડિટેક્શન આપેલું છે. તેના દ્વારા અલગ અલગ ઓબ્જેક્ટની ઓળખ કરીને વધારે સારી તસવીર લઈ શકાય છે.

ફોટોગ્રાફી માટે આપેલા બે રિયર કેમેરામાંથી એક સેન્સર 12 મેગાપિક્સલનું અને બીજું 5 મેગાપિક્સલનું છે.

જ્યારે બીજો કેમેરા ડ્યુઅલ પિક્સલ ઓટોફોકસ છે અને તેમાં AI પોટ્રેટ આપેલું છે.

સેલ્ફીમાટેના બે કેમેરામાંથી એક 20 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો 2 મેગાપિક્સલનો છે. તેમાં 4-1 સુપર પિક્સલ અને AI ફેસ અનલોક ફીચર આપેલું છે.

2 દિવસનો બેટરી બેકઅપ

આ સ્માર્ટફોનની બેટરી 4000 mAhની છે, અને કંપનીનો દાવો છે કે આ 2 દિવસનો બેટરી બેકઅપ આપશે.

કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, બ્લૂટૂથ અને વાઈફાઈ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપેલા છે.

આ પણ વાંચો : આ 4 DIRTY MOVIES પર સરકારે લગાવી દીધો બેન, YOU TUBE પર આજે પણ બેધડક જોવાઇ રહી છે આ ફિલ્મો

આ 4 DIRTY MOVIES પર સરકારે લગાવી દીધો બેન, You Tube પર આજે પણ બેધડક જોવાઇ રહી છે આ ફિલ્મો

તમને કદાચ ગમશે

Loading...