Samsung એ લોન્ચ કરી અત્યંત પ્રીમિયમ LED હોમ સ્ક્રીન, લક્ઝુરિયસ ઘર જેટલી કિંમત

સાઉથ કોરિયન ઇલેક્ટ્રોનિક કંપની Samsung હાલમાં જ ભારતમાં પોતાનું અત્યંત પ્રીમિયમ ટીવી ‘LED for HOME‘ લોન્ચ કર્યું. આ ટીવી સ્ક્રીન એવા ધનાઢ્ય લોકો માટે છે જે ઘરમાં થિયેટરની મજા માણવા ઇચ્છે છે. એલઇડી ફોર હોમની કિંમત અત્યંત ઊંચી છે. નવા હોમ સ્ક્રીનની કિંમત 1 કોરડ રૂપિયાથી શરૂ થઇને 3.5 કરોડ રૂપિયા સુધી છે. એલઇડી ફોર હોમ 110 ઇંચની ફુલ HD, 130 ઇંચની ફુલ HD, 220 ઇંચની અલ્ટ્રા એચડી અને 260 ઇંચની અલ્ટ્રા એચડી ઓપ્શન ડિસ્પ્લે સાથે આવે છે.

 

– સ્ક્રીનને એક્ટિવ એલઇડીના નામથી પણ ઓળખવામાં આવે છે, જે પોતાનામાં ખાસ છે.
– સેમસંગની આ સ્ક્રીન એવા અત્યંત ધનાઢ્ય લોકો માટે છે, જે પોતાના ઘરમાં જ થિયેટર જેવો અનુભવ લેવા ઇચ્છે છે.
– સેમસંગની નવી સ્ક્રીન વ્યૂઅર્સને કટિંગ એજ ડિસ્પ્લેનો અનુભવ આપશે.
– એલઇડી ફોર હોમ HDR પિક્ચર રિફાઇનમેન્ટ ટેક્નોલોજી સાથે આવે છે જે ક્લિયર વિઝિબિલિટી આપે છે.
– એક્ટિવ એલઇડી લોંગ લાસ્ટિંગ પરફોર્મન્સ સાથે આવે છે, જે 1 લાખ કલાકથી વધુ લાઇફ સ્પાન ધરાવે છે.
– આ મોંઘું ટીવી મોડ્યુલર ફોર્મેશન ટેક્નોલોજી ધરાવે છે, જેને કારણે આ ડિસ્પ્લેને દરેક પ્રકારના ઘરમાં ફિટ કરી શકાય છે.
– નવી ટેક્નોલોજીને કારણે યૂઝર્સ સ્ક્રીન સાઇઝને કસ્ટમાઇઝ કરી શકે છે.

તમને કદાચ ગમશે