ટાટા ની નવી કાર, કિંમત 6 લાખથી ઓછી : જાણો વધુ

78
Loading...

TATA ની આ કારનું ટોપ એન્ડ વેરિયંટ લોન્ચ

ટાટાએ પોતાની પોપ્યુલર હેચબેક કાર Tiago xzનું ટોપ એન્ડ વેરિયંટ Tiago xz+ લોન્ચ કર્યું છે.

કંપનીએ નવા ફ્લેગશિપ મોડલ તરીકે લોન્ચ કર્યું છે. કંપનીએ નવા મોડલમાં વ્યાપક ફેરફારો કર્યા છે. માનવામાં આવે છે કે નવા ફીચર્સ લોકોને વધુ એટ્રેક્ટ કરશે.

સાથે જ કિંમતમાં પણ વધુ ફેરફાર નથી કરાયો. જો તમે આ કાર ખરીદવા માગતા હો તો તમારે લગભગ 42,000 રૂપિયા વધારે ચૂકવવા પડશે.

બહારનો લૂક બદલ્યો

કંપનીએ કારના આઉટર લૂકમાં બદલાવ કરીને ડ્યૂઅલ ટોન રજૂ કર્યો છે. કારમાં બ્લેક રૂફટોપ આપવામાં આવ્યું છે.

રૂફ ટોપ બ્લેક સિવાય બેરી રેડ અને પર્સલેન્ટ વ્હાઈટ કલરમાં મળશે.

આ મોડલને ટિઆગોના કેન્યન ઓરેન્જ અને ઓશન બ્લૂ કલર સાથે ટોન કરવામાં આવ્યો છે.

તો ટાઈટેનિયમ ગ્રે અને એક્સપ્રેસો બ્રાઉન રંગ સાથે બ્લેકરૂફ ટોપ નથી આપવામાં આવ્યું.

આ છે ફેરફાર

આ સાથે આઉટર લૂકમાં બેરલ સ્મોક્ડ હેડલેમ્પ સાથે પ્રોજેક્ટર લેમ્પ્સ આપવામાં આવ્યા છે. જે પહેલી વખત ટિગોર ફેસલિફ્ટ અને પછી જેટીપી ટ્વિન્સમાં આપવામાં આવ્યા હતા.

જે વ્હીલ્ઝની વાત કરીએ તો, Tiago xz+ પેટ્રોલમાં 15 ઈંચ ડ્યૂઅલ કલર એલોય વ્હીલ્ઝ અને Tiago xz+ ડીઝલ વેરિયંટમાં 14 ઈંચ ડ્યૂઅલ કલર એલોય વ્હીલ્ઝ આપવામાં આવ્યા છે.

ઈન્ટિરિયર વિશે જાણો

ઈન્ટિરિયરની વાત કરીએ તો, આ વખતે તમને ફુલ્લી ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમવાળું એસી આપવામાં આવ્યું છે.

સાથે જ નવા ડ્યૂઅલ ટોન ફેબરિક સીટ કવર સાથે ફેબરિક રૂફ લાઈનર પણ અપાયું છે.

આ સિવાય ટિઆગોના અપગ્રેડેડ વર્ઝનમાં તમને 7 ઈંચનું ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ પણ મળશે.

જે ટિગોર ફેસલિફ્ટમાં સૌથી પહેલા આવ્યું હતું.

મિકેનિઝમમાં ખાસ ફેરફાર નથી

જો કે લૂક સિવાય કંપનીએ કારના મિકેનિઝમાં કોઈ ખાસ ફેરફાર નથી કર્યા. પેટ્રોલ વેરિયંટમાં અગાઉની જેમ જ 1.2 લીટર 3 સિલિન્ડર એન્જિન છે.

જે 85 પીએસ પાવર સાથે 114 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. 5 સ્પીડ ટ્રાંસમિશન આપવામાં આવ્યું છે. તો ડીઝલમાં 1.05 લીટર એન્જિન છે જે 70પીએસ પાવર સાથે 140 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે.

કિંમત

ટાટા ટિયાગો XZ+ની કિંમત ભારતમાં 5.57 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. ડ્યૂઅલ ટોન વેરિયંટની કિંમત 6.4 લાખ રૂપિયા છે.

આ કારના ડીઝલ વેરિયંટની કિંમત 6.31 લાખ રૂપિયા અને ડ્યૂઅલ કલર ટોન વેરિયંટની કિંમત 6.38 લાખ રૂપિયા છે.

જો તમે નવી ટિયાગો ખરીદવાનું વિચારતા હશો તો તમારે ડીઝલ વર્ઝન માટે 33,000 રૂપિયા અને પેટ્રોલ વર્ઝન માટે 42,000 રૂપિયા વધુ ખર્ચવા પડશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...