Xiaomi Redmi 6A ભારતમાં લોન્ચ, કિંમત 5,999 રૂપિયા : જાણો વધુ

132
xiaomi_redmi_6A
Loading...

xiaomi એ ભારતમાં રેડમી સીરિઝનો નવો સ્માર્ટફોન Redmi 6A લોન્ચ કર્યો છે. નવી દિલ્હીમાં આયોજિત ઈવેન્ટમાં Redmi 5Aના અપગ્રેડેડ Redmi 6Aની સાથે Redmi 6 અને Redmi 6 પ્રો પણ લોન્ચ કર્યા છે. xiaomiનો આ બજેટ સ્માર્ટફોન AI ફેસ અનલોક ફીચર સાથે આવે છે. Redmi 6Aમાં ટ્રિપલ સિમ સ્લોટ આપવામાં આવ્યા છે. એટલે યૂઝર્સ એક સાથે બે સિમકાર્ડ અને એક માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકશે. યૂઝર્સ ફોનમાં ડ્યૂઅલ VoLTE, ડ્યૂઅલ સ્ટન્ડબાયની મજા લઈ શકશે. આ ફીચર્સ સાથે બંને સિમ કાર્ડ 4G નેટવર્ક પર કામ કરશે. આ ફોન MIUI 10 પર ચાલે છે.

xiaomi Redmi 6A

xiaomi Redmi 6Aના 2GB RAM/16GB સ્ટોરેજવાળા વેરિયંટની કિંમત 5,999 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે આ ઈન્ટ્રોડક્ટરી કિંમત છે અને બની શકે કે શરૂઆતના બે મહિના માટે જ આ કિંમત હોય. xiaomi Redmi 6Aના 3GB RAM/32GB સ્ટોરેજવાળા વેરિયંટની કિંમત 6,999 રૂપિયા છે. આ કિંમત પણ શરૂઆતના બે મહિના માટે જ રાખવામાં આવી છે. આ બાદ કંપની હેન્ડસેટની કિંમત વધારી શકે છે. સ્માર્ટફોનનું એક્સક્લુઝિવ વેચાણ એમેઝોન ઈંડિયા અને મીડોટકોમ પર થશે. આ સિવાય ફોન xiaomi  મી સ્ટોર અને ઓનલાઈન મી પાર્ટનર્સ પર પણ અવેલેબલ છે. ફોનનું વેચાણ 19 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ ફોન રોઝ ગોલ્ડ, બ્લેક, ગોલ્ડ અને બ્લૂ રંગમાં છે.

xiaomi Redmi 6A

xiaomi Redmi 6Aમાં 5.45 ઈંચ HD+ ડિસ્પ્લે છે અને આસ્પેક્ટ રેશિયો 18:9 છે. ફોનમાં ક્વાડ-કોર 2.0 ગીગાર્ટ્ઝ મીડિયાટેક હીલિયો એ22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર બેસ્ટ મીયૂઆઈ 9.6 પર કામ કરે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે જે PDAF ફીચર સાથે આવે છે. સાથે જ ફોનમાં ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચર છે જેથી ઉત્તમ વીડિયો રેકોર્ડિંગ થઈ શકે.

xiaomi Redmi 6A

xiaomi Redmi 6A માં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે જે AI પોટ્રેટ મોડ સાથે આવે છે. કેમેરા માટે AI ઈમેજ કમ્પ્યૂટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં AI બ્યૂટિફાઈ 4.0 ફીચર પણ છે. ફોનમાં 3000 mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં 4G VoLTE, WiFi, GPS/A-GPS, 3.5 mm ઓડિયો જેક, બ્લૂટૂથ વગેરે જેવા ફીચર્સ છે.

તમને કદાચ ગમશે

Loading...