મોદી સરકારે સોના-ચાંદીની આયાત ડ્યુટીમાં 6 ટકાનો ઘટાડો કરતા GOLD 3,700 રુપિયા સસ્તું થયું

મોદી સરકારે સોના-ચાંદી પર ટેક્સ ( import duty) ઘટાડ્યો કર્યો છે, જેના લીધે સોના-ચાંદી સસ્તા થયા છે.  બજેટમાં સોના પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ( import duty) 6 ટકાના ઘટાડાના સમાચાર બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ખળભળાટ મચી ગયો છે. સોનાની કિંમત 3,700 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદીની આયાત ડ્યૂટીમાં 6 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ પ્લેટિનમ માટે 6.5 ટકા આયાત ડ્યુટીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ MCX પર ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે બજેટમાં શું જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાતની દેશના ફ્યુચર્સ માર્કેટ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર કેવા પ્રકારની અસર પડી રહી છે.

સોના-ચાંદી પર ટેક્સ ઘટાડ્યો ( import duty)

દેશમાં સોના-ચાંદીના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા હેઠળ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદીની આયાત ડ્યૂટીમાં 6 ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ સોના પર 15 ટકા ટેક્સ લાગતો હતો. નિષ્ણાતોના મતે, નાણાકીય વર્ષ 2023 માં, ભારતની સોનાની આયાત અંદાજિત રૂ. 2.8 લાખ કરોડ હતી અને 15 ટકા આયાત જકાત સાથે, ઉદ્યોગે અંદાજિત રૂ. 42,000 કરોડ ચૂકવ્યા હતા. આ નિર્ણય બાદ દેશમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે. આ સાથે સામાન્ય લોકોને પણ ઘણી રાહત મળશે.

MCX પર સોનામાં મોટો ઘટાડો ( import duty)

આ નિર્ણય બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર, બપોરે 1:10 વાગ્યે સોનાની કિંમતમાં 3518 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ભાવ ઘટીને 69,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમતમાં 3,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જે પછી ટ્રેડિંગ સેશન દરમિયાન કિંમતો ઘટીને 69,020 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ. એક દિવસ પહેલા સોનાનો ભાવ 72,718 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો.

આ પણ વાંચો –મોદી સરકારે યુવાનોને આકર્ષવા માટે કરી આ મોટી જાહેરાત, નોકરી આપનાર સંસ્થાને સરકાર આપશે પહેલો પગાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *