કોરોનાના કેસ વધતા હવે રાજ્યના રાજકોટ અને જામનગરની મુલાકાતે પહોંચ્યા જયંતિ રવિ

6
Loading...

જામનગરમાં વધતા જતા કોરોનાના કેસોને લઇ ગાંધીનગરથી આરોગ્ય કમિશ્નર જયંતિ રવિ જામનગર દોડી આવ્યા હતાં. તેઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે અગત્યની મિટીંગ જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ., મહાનગરપાલિકાના કમિશ્નર, એસ.પી. આરોગ્ય વિભાગના ઉચ્ચ તબિબ અધિકારીઓ અધિક કલેકટર, એમ.પી. શાહ મેડીકલ કોલેજના ડીન સાથે યોજી હતી.

આરોગ્ય કમિશ્નર જયંતિ રવીએ જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓ અંગેનો વિશેષ અહેવાલ મેળવ્યો હતો. ત્યારબાદ તેઓ કોવિડ હોસ્પિટલ-19 અંગે ખાસ માહિતી મેળવી હતી. આ ઉપરાંત જામનગર કોવિડ હોસ્પિટલ ખાતે સેમ્પલો – હોસ્પિટલ ખાતે સેમ્પલો – રીપોટીંગ વિગેરે બાબતો અંગે પણ મેડીકલ ઓફીસર પાસેથી અહેવાલ મેળવ્યો હતો.

જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા જામનગર જિલ્લામાં કોરોનાને લઇ જે કોવિડ હોસ્પિટલો, તેમજ સારવાર માટેના ધન્વતરી આરોગ્ય રથો, કોરોન્ટાઇન સેન્ટર અને કોરાન્ટાઇન કરેલા અંગે આરોગ્ય કમિશ્નર જયંતિ રવિને વાકેફ કર્યા હતાં.

જામનગર જી.જી.હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. તીવારી, તેમજ ડીન.ડી.દેસાઇ જી.આરોગ્ય અધિકારી પાસેથી કોરોનાના દર્દીઓ અને સારવાર, સેમ્પલીંગ અંગે અહેવાલ આરોગ્ય કમિશ્નરને પાસ રજુ કરેલ હતો.

રાજયના આરોગ્ય કમિશ્નર જયંતિ રવીએ જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો માટે વધી રહ્યા છે ? હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને સારવાર લઇને લઇ પણ ખાસ અહેવાલ જામનગરના મેડીકલ ઓફીસરો પાસે માગ્યો હતો.

તેમજ જામનગર શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શેના કારણે વધી છે. આ સાથે તેને અટકાવવા માટે શું કાર્યવાહી કરેલ છે ? તેમજ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએથી કેસો વધવાની કારણ શું છે ? કોરોના કેસ પોઝીટીવ આવેલ છે ? તેની સારવાર સહિતને અહેવાલ જિલ્લા આરોગ્ય તંત્રની આપવા જણાવ્યું હતું.

રાજયના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિ આજે જામનગરમાં આવતા જ કોવીડ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થયું હતું.જામનગરમાં કોકોરના કેસને લઇ તેઓ મિટીંગ બાદ હોસ્પિટલની મુલાકાતે જશે તેવી જાણકારી મળી રહી હતી.

રાજયના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિ પણ કોરોના પોઝીટીવ કેસોનો આંક જોઇને ચોકી ઉઠ્યા હતાં અને એટલું જ નહીં પોઝીટીવ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ અંગે પણ માહિતી મેળવી હતી.

તેઓ કોરોના દર્દીઓની સારવાર માટે આયોજન હોસ્પિટલમાં તબીબ, નર્સીંગ સ્ટાફ, વેન્ટીલેટરો સહિતનો અહેવાલ મેળવ્યો હતો એવું પણ જાણવા મળી રહ્યું છે કે, જામનગરમાં ખાનગી પ્રેકટીસ કરતા તબીબો પણ જોડાઇ અને હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર આપે.

આરોગ્ય કમિશ્નર જયંતિ રવિએ કોરોના કેસોને ધ્યાને લઇ જરૂરી સુચનાઓ પણ મિટીંગમાં હાજર મેડીકલ ઓફીસરોને આપી હતી. તેમજ કોરોના કેસોને લઇ વધુ કેસો ન આવે તે માટે જિલ્લા કલેકટર રવિ શંકર મહાનગરપાલિકાના કમિશ્નર સતીષ પટેલ, ડી.ડી.ઓ, ડો. વિપીન ગર્ગ, એસ.પી. શરદ સીંઘલ સાથે વિશેષ જરૂરી પગલાં અંગે મિટીંગમાં સુચનાઓ આપી હતી. આરોગ્ય કમિશ્નર જયંતિ રવિની જામનગરની મુલાકાત અને મિટીંગને ખુબજ અગત્યની ગણવામાં આવી રહી છે.

બપોરે જામનગર જિલ્લા તંત્ર સાથે બેઠક યોજી 
જામનગરમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઇને ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ જામનગર આવી પહોંચ્યા છે.

કલેક્ટર રવિશંકર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સબાદમાં કલેક્ટર કચેરીએ કોરોનાના સંક્રમણને કેવી રીતે અટકાવવું તે અંગે મનપા કમિશનર સતિષ પટેલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

જયંતી રવિએ કોવિડ-19ની સ્થિતિ અંગે જિલ્લા તંત્ર સાથે બેઠક યોજી હતી. તેમજ કોરોના સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિગતો માગી હતી. જામનગર બાદ સાંજે રાજકોટ પહોંચ્યા હતા અને રાત્રિ રોકાણ રાજકોટમાં કરે તેવી શક્યતા છે.  

રાજકોટ. શહેરમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગે રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોના પર કાબૂ મેળવવા ખાસ સ્ટ્રેટેજી તૈયાર કરી હોવાનું આરોગ્ય સચિવે જણાવ્યું હતું.

જેમાં ખાસ કરીને ડોર ટુ ડોર સર્વે, જેમાં કોઈ ચિહ્નો જણાય તો તેમને સારવાર, ધન્વંતરિ રથ દ્વારા ગામેગામ લોકોનું પરીક્ષણ અને નિદાન તેમજ “ઈતિહાસ” સોફ્ટવેરની એપ દ્વારા વિવિધ સ્પોટ નક્કી કરી કેસ હિસ્ટ્રી પરથી કોરોના સંક્ર્મણ ઘટાડવા ખાસ એક્શન લેવા માટે પ્લાન બનાવ્યો હોવાનું જણાવ્યું છે.

જેમાં જાગૃતિ, સંક્રમણને અટકાવવાના પગલાં તથા સંક્રમિતોને ત્વરીત સારવાર એમ ત્રણ સ્તરીય કામગીરી કરી કારોના સંક્રમણને નાથવાની પ્રયોજના અમલી બનાવી છે. 

હોમ સર્વેલન્સમાં ઓક્સિમીટર સાથે રાખવાની સૂચના આપી
જયંતિ રવિએ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને માનવ સંસાધન પર ખાસ ભાર મૂકી જરૂરી માહિતી મેળવી હતી. તેમણે રિવર્સ ક્વોરેન્ટીન કોન્સેપ્ટ અંગે ખાસ ધ્યાન દોરી જણાવ્યું હતું કે, ઘરમાં મોટી ઉંમરના તેમજ ગંભીર રોગ ધરાવતા લોકોને ઘરમાં જ ક્વોરેન્ટીન કરવા ખાસ ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત હોમ આઇસોલેશનથી માઇક્રો અને મોડરેટ લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે બેઠાં જ સારવાર મેળવી શકશે. તેઓએ ઓક્સિમીટર ડિસવાઈસ દ્વારા ઓક્સિજન લેવલ ચેક કરી સંક્રમિત વ્યક્તિને ઓળખી કાઢવામાં સરળતા રહેતી હોવાથી દરેક સર્વેલન્સ ટીમ ઓકસિમીટર સાથે રાખી કાર્ય કરે તેવી સૂચના આપી હતી.

વધુ બેડની સુવિધા કરવાની ખાતરી આપી
અગ્ર સચિવે હાલ રાજકોટમાં સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી. તથા જરૂરીયાત અન્વયે વધારે બેડની સુવિધા વધારાશે તેમ જણાવ્યું હતું. હાલ 770 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે અને 950 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત વધારાના વેન્ટીલેટર અને અન્ય માળખાકીય તથા સાધનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા તૈયારી દર્શાવી હતી. જયંતિ રવિએ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પ્રથમ કેસ આવ્યા ત્યારથી આજદિન સુધી કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી. ઉપરાંત લોકોને વધુને વધુ જાગૃત રહેવા અને સાવચેતીના માર્ગદર્શક પગલાને અનુસરવા અપીલ કરી હતી.  

આ બેઠકમાં કલેકટર રેમ્યા મોહન, ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા, નિવાસી અધિક કલેકટર પરીમલ પંડયા, મેડીકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવ, લાયઝન અધિકારી ડો. દિનકર રાવલ, ડો. રૂપાલી  મહેતા, ડો. મનીષ મહેતા, ડો. મિતેષ ભંડેરી, ડો. રિંકલ વિરડીયા, ડો. શોભા મિશ્રા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ રાજકોટ આવી પહોંચતા કલેક્ટર કચેરીએ મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠીયા રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે તેની અટકાયત કરી લેતા હોબાળો મચાવ્યો હતો.પોલીસે વશરામ સાગઠીયાને ધક્કો મારી બહાર કાઢ્યા હતા.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટેસ્ટ ન થતા કોરોના સંક્રમણ વધ્યું છે. 

ગુજરાતમાં સરકાર અને તંત્ર પેપર ટાઇગર છે. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ  જણાવ્યું હતું કે, આવેદનપત્ર આપવા આવતા રોક્યો હતો. વિધાનસભાના વિપક્ષ નેતાને પણ સરકાર સાંભળતી નથી. 

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...