સોમવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ભારત બંધનું એલાન 21 રાજકીય પક્ષોનું સમર્થન.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સોમવારે કોંગ્રેસે ભારત બંધનુ એલાન આપ્યુ છે. કોંગ્રેસનો દાવો છે કે, ભારત બંધના એલાનમાં 21 રાજકીય પક્ષોએ સમર્થન આપ્યુ  છે. બંધ દરમ્યાન કોઈપણ પ્રકારની હિંસાને પ્રોત્સાહન આપવામાં આવશે નહી. કોંગ્રેસના બંધના એલાનને ડાબેરી, ડીએમકે, એમએનએસ જેવી પાર્ટીએ પણ સમર્થન આપ્યુ  છે.  કોંગ્રેસના સાસંદ અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને જણાવ્યુ કે, સોમવારે કોંગ્રેસે ભારત બંધનું એલાન કર્યુ છે. અજય માકને કોંગ્રેસાના બંધના એલાનને સફળ બનાવવા અપીલ કરી છે. અજય માકને જણાવ્યુ  કે, ચાર વર્ષમાં પેટ્રોલ પર 211.07 ટકા અને ડીઝલ પર 443  ટકા એક્સાઈઝ ડ્યુટી વધી છે. 2014માં પેટ્રોલ પર 9.2 રૂપિયા એક્સાઈઝ લાગુ થતી હતી. જે હવે 19.48 રૂપિયા થઈ છે. એવી રીતે  2014માં ડીઝલ પર 3.46  રૂપિયા એકસાઈઝ લાગુ થતી હતી. તે વધીને 15.33 રૂપિયા કરવામાં આવી છે. અજય માકને વધુમાં જણાવ્યુ કે, રૂપિયો સતત ગગડી રહ્યો છે. જેથી રૂપિયા  આઈસીયુમાં જતો રહ્યો છે.

તમને કદાચ ગમશે