2.0 TRAILER : અક્ષય કુમાર વિલન બન્યો, દેશની સૌથી મોટી SCI-FI ફિલ્મ કેવી હશે તે જાણો…

2.0 TRAILER : અક્ષય કુમાર ઘણા સમય પહેલેથી જ સાબિત કરી દીધું છે કે તેઓ કોઇ ભૂમિકામાં સરળતાથી એડજસ્ટ થઇ શકે છે.

નવેમ્બર અંતે રિલીઝ થઈ રહેલી 2.0માં, તેમણે સાબિત કર્યું છે કે તે એક મહાન વિલન બની શકવાની ક્ષમતા ધરાવે છે  બસ તેમને એક મોટા બજેટ ના મૂવી માં ચાન્સ મળવો જોઈએ જેમાં તેના પાત્ર પાર પૂરતું ફોકસ હોય.

2.0 TRAILER

ફિલ્મ 2.0 TRAILER રિલિઝ કરવામાં આવ્યું છે. જોકે તે વાર્તા વિશે ઘણું કહેતું નથી.

પરંતુ તે ચોક્કસપણે એવો દાવો કરે છે કે સ્ક્રીન પરની ફિલ્મ જોવાનું પ્રેક્ષકો માટે એક અલગ અનુભવ હશે.

તે પહેલાં, આ ફિલ્મ નું અડધા મિનિટનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં અક્ષય કુમારને ખતરનાક દેખાવમાં જોવા મળ્યો હતો.

રજનીકાંત વૈજ્ઞાનિક અને રોબોટના ડબલ રોલમાં જોવા મળશે, જેવી રીતે એ પ્રથમ પાર્ટ માં જોવા મળ્યા હતા.

રજનીકાંત અને ઐશ્વર્યા રાય તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા.

2.0 TRAILER :

2.0 TRAILER સ્પષ્ટ રીતે બતાવે છે કે ફિલ્મ માં VFX નો મોટો પ્રભાવ હશે. આશરે 3000 ટેકનીશ્યન એ આ માટે કામ કર્યું છે. VFX ના કારણે જ ફિલ્મ ના રિલીઝ માં મોડું થયું છે.

તે જાણવું પણ રસપ્રદ છે કે ફિલ્મના VFX શ્રીનિવાસ મોહન તૈયાર કર્યા છે.

જેમણે બાહુબલીના VFX બનાવ્યા હતા. ખાસ વાત  એ છે કે આ ફિલ્મ 3D કેમેરામાં શૂટ કરવામાં આવી છે.

આ પણ વાંચો : લાલૂના પુત્ર TEJ PRATAP YADAV પત્ની ઐશ્વર્યા રાય સામે છૂટાછેડા ની અરજી દાખલ કરી

 

તમને કદાચ ગમશે