આસામમાં બની રહ્યો છે સૌથી લાંબો બ્રિજ : જાણો વધુ

68
An Aerial view of the Dhola-Sadiya bridge across River Brahmaputra, inaugurated by the Prime Minister, Shri Narendra Modi, in Assam on May 26, 2017.
Loading...

200 કિ.મીનું અંતર 20 કિ.મીમાંઃ

આસામમાં ભારતનો સૌથી મોટો રિવર બ્રિજ બની રહ્યો છે. 20 કિ.મી લાંબા આ પુલના નિર્માણથી 200 કિ.મીની મુસાફરી ઓછી થઈ જશે. બ્રહ્મપુત્રા નદી પર બનનારો આ પુલ આસામના ઢુબરીને મેઘાલયના ફુલવાડી સાથે જોડશે.

2026-27માં કામ પતશેઃ

19.3 કિ.મી લાંબા આ ફોર લેન બ્રિજનું નિર્માણ 2026-27માં પૂર્ણ થઈ જશે. આ પુલ બનાવવામાં જે પડકારોનો સામનો કરવો પડશે તેને ધ્યાનમાં રાખીને સરકારની હાઈવે કન્સ્ટ્રક્શન બ્રાન્ચ નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ફ્રાન્સની મોટી કંપનીઓનો સંપર્ક કર્યો છે.

અત્યારે લાગે છે કલાકોઃ

અત્યારે વાહનો 200 કિલોમીટર લાંબુ અંતર કાપીને નારાયણન બ્રિજ પરથી જાય છે જે 60 કિ.મી દૂર છે. નવો બ્રિજ મિસિંગ લિંક NH 127B સાથે આસમને મેઘાલય સાથે જોડશે. અહીં આજે પણ ઢુબરી અને ફુલવાડી વચ્ચે નાની બોટ ચાલે છે અને નદી પાર કરવામાં અઢી કલાકનો સમય લાગી જાય છે.

માત્ર 15-20 મિનિટમાં પહોંચી જવાશેઃ

ભારતમાં અત્યારે સૌથી લાંબો રિવર બ્રિજ ઢોલા સાદિયા છે જે 9.15 કિ.મી લાંબો છે. તેને ગયા વર્ષે જ શરૂ કરવામાં આવ્યો હતો. નવો બ્રિજ બની ગયા પછી નદી પાર કરવામાં માત્ર 15થી 20 મિનિટનો સમય લાગશે. પરિવહન મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ આ પુલ બની જવાથી આર્થિક વ્યવહાર વધશે અને બંને રાજ્યોને ફાયદો થશે.

આ પણ વાંચો : ATM થી કરો મહિને લાખો રૂપિયાની કમાણી : જાણો પ્રોસેસ

તમને કદાચ ગમશે

Loading...