ઘરની બહાર લખ્યું છે જય માતા દી’ અને ઘરની અંદર 20 દિવસથી ભૂખી તરસી માતા બંધ રૂમમાં તડપી રહી છે

90
Loading...

એક મા બંઘ રૂમમાં 20 દિવસથી ભૂખી તરસી મરી રહી હતી, કોઇએ ન લીઘી ખબર

જયપુર : આ 60 વર્ષની હેમલતા છે. જે બે માળના મકાનના નાનકડા એક રૂમમાં ભૂખી તરસી 20 દિવસથી કેદ છે. ભૂખના કારણે તેનું શરીર એટલું નબળુ થઈ ગયું છે કે તે 2 ડગલા ચાલી પણ નથી શકતી. પોતાની જ લોકોથી ઉપેક્ષિત હેમલતા હાલ પાડોશીની દયાના કારણે જીવિત છે. આડોશપાડોશના લોકો તે રોટી આપે છે. તેના રૂમમાં મળવિર્જસનની એટલી દુર્ગંધ આવે છે કે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જાય છે. ગંદકીના કારણે લોકો હવે તો ખાવાનું આપવા પણ આવતા નથી. માલવીય નગર સેક્ટર-8ના મકાન નંબર 61ના એક રૂમમાં તે ઝંઝીરમાં જકાયેલી એક નિર્જીવ વસ્તુની જેમ પડી છે. આ મકાનની ઘરની બહાર લખ્યું છે. ‘જય માતા દી’ અને ઘરની અંદર માતાનો આ હાલ છે.

4 વર્ષ પહેલા પુત્રનું થયું મોત
હેમલતાની દીકરાનું બીમારીના કારણે મોત 4વર્ષ પહેલા થયું હતું. અને દોઢ વર્ષ બાદ તેના પતિ ઉધવદાસનું પણ મોત થતાં તેનો પણ સાથ છૂટ્યો. હેમલતા ઉધવદાસની બીજી પત્ની છે. પહેલા લગ્નથી ઉધવદાસને એક દીકરી અને એક દીકરો એમ બે સંતાન છે. બાળકોને માનો પ્રેમ મળે એટલે હેમલતાએ મા બનાવાનું સપનુ રોળી નાખ્યું. દીકરા અને પતિના મોત બાદ દીકરીના લગ્ન થઈ ગયા અને હેમલતા એકલી પડી ગઈ. પરિવાર સંપન્ન્ અને બહુ મોટો હોવાછતાં પણ હેમલતાની કોઇને ચિંતા નથી. તેના ઘરનું વીજળીનું બિલ ન ભરાયું હોવાથી વીજળી પાણીનું કનેક્શન પણ કટ થઈ ગયું. પાડોશીઓએ જણાવ્યું કે હેમલતાની હાલત જોઇને દયા આવી જાય છે. તેના સગાસંબંધીને ફોન કરીએ છીએ તો કોઈ જવાબ નથી આપતાં.

પતિની લાશ પણ 3 દિવસ સુધી ઘરમાં પડી રહી હતી
હેમલતાના પતિ ઉધવદાસનું મોત 2 ફેબ્રૂઆરી 2017એ થયું હતું. પરંતુ પાડોશીઓને મોતની ખબર ત્રણ દિવસ બાદ પડી. જ્યારે ઘરમાંથી ખૂબ જ વાસ આવતી હતી તો પાંચ ફેબ્રૂઆરીએ મોતની જાણ થઇ. ત્રણ દિવસ સુધી બેભાન હાલતમાં હેમલતા પતિના મૃતદેહ પાસે પડી રહી. પરિવારના કોઈ સભ્યે તેની ખબન ન લીઘી. લોકો પાસેથી જાણવા મળ્યું કે ઉધવદાસના ભાઈઓને સ્વીટની દુકાન છે. ઉધવદાસ નોકરી કરીને ઘર ખર્ચ ચલાવતો હતો. જો કે તેનો નાનો ભાઇ હરિ તેને પુરતો સહયોગ આપતો. તેને ઉધવદાસને માલવિય નગરમાં ઘર પણ બનાવીને આપ્યું. જો કે તેના ભાઇ હરિના મોત બાદ જે પણ આર્થિક મદદ મળતી હતી તે બંધ થઇ ગઇ. તેના ભત્રીજો પ્રદીપે જણાવ્યું કે, અમે તો દર મહિને 4 હજાર રૂપિયા આપીએ છીએ તે ઉડાવી દે છે. તેમજ તેમને સ્વચ્છતાની પણ આદત નથી.

પોલીસે કંઈ જ ન કર્યું, પીયૂસીએલે લીધી સંભાળ
પાડોશીઓએ જણાવ્યું હતું કે તેમણે પોલીસને આ અંગે બે દિવસ પહેલા જ ફરિયાદ કરી હતી. જો કે પોલીસ ઘટનાસ્થળ પર આવી અને હેમલતાની હાલત અને તેના ઘરની હાલત જોઇને તેને એજ હાલ પર છોડીને જતી રહી. હાલત વધુ ખરાબ થઇ તો પાડોશીઓએ ગુરૂવારે માનવધિકાર સંગઠન પીયૂસીએલની પ્રિતિનિધિ કવિતા શ્રીવાસ્તવને જાણ કરી. પીયૂસીએલની ટીમે તેને સિવિલ લાઇન્સ મધર ટેરેસા હોમ પહોંચાડી. જો કે પોલીસે એવું કહીને તેનો બચાવ કર્યો કે તેને કોઈએ આ ઘટનાની જાણ જ નથી કરી. ગુરુવારે માનવધિકાર સંગઠને તેના સગાસંબંધને બહુ બધા ફોન કોલ કર્યાં પરંતુ કોઈ ખાસ રિસ્પોન્સ ન મળ્યો. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલતમાં સુધાર આવી રહ્યો છે

આર્ટિકલ ગમ્યો હોય તો Share કરો

આ પણ વાંચો

રસોડામાં ઉપલબ્ધ માત્ર 2 રૂપિયાની વસ્તુથી કેન્સર ઠીક કરવાનો દાવો, 10 દિવસમાં દૂર થઇ શકે છે કોઇપણ સ્ટેજનું કેન્સર

તમને કદાચ ગમશે

Loading...