7 નવેમ્બરના દિવાળી અને તેના પછી પણ આ મહિનામાં આવશે 4 મોટા તહેવારો

61
Diwali
Loading...

નવો મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનામાં દિવાળીની સાથે અનેક બીજી વિશેષ તિથિઓ આવશે. જાણો 2018માં ક્યા દિવસે કઈ વિશેષ તિથિ છે.

– 3 નવેમ્બરના રમા એકાદશી છે. આ દિવસ ભગવાન વિષ્ણુ માટે વ્રત અને પૂજા કરવામાં આવે છે.

– 5 નવેમ્બરના 5 દિવસીય દીપોત્સવ ઉજવાઇ રહ્યો છે. 5 તારીખના ધનતેરસ છે. આ દિવસ દેવી લક્ષ્મી અને ધનવંતરીની પૂજા કરવામાં આવે છે.

– 6 નવેમ્બરના કાળી ચૌદશ છે. આ દિવસે યમરાજની પૂજા કરવામાં આવે છે.

– 7 નવેમ્બરના દિવાળી છે. આ દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

– 8 નવેમ્બરના અન્નકૂટ છે અને પડવો છે. આ દિવસે ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે.

– 9 નવેમ્બરના ભાઈ બીજ છે. આ દિવસે યમરાજ અને યમુના નદીની પૂજા કરવામાં આવે છે.

– 13 નવેમ્બરના છઠ પૂજા છે. આ દિવસે ભગવાન સૂર્યની વિશેષ પૂજા કરવાની પરંપરા છે.

– 14 નવેમ્બરના જલારામ જન્મ જયંતી છે. આ દિવસે સંત શીરોમણી શ્રીજલારામ બાપાની પૂજા કરવામાં આવે છે.

– 17 નવેમ્બરના આમળા નોમ તિથિ છે. આ તિથિના આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે.

– 19 નવેમ્બરના દેવઊઠી એકાદશી છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ શયનથી જાગી અને પરીથી સૃષ્ટિનું સંચાલન કરશે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુ અને તુલસીના લગ્ન પણ કરાવવામાં આવે છે.

– 23 નવેમ્બરના કારતક મહિનાની પૂનમ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં દીવા પધરાવવામાં કરવામાં આવે છે.

આ પણ વાંચો : 5, નવેમ્બર 2018 : AAJ KA RASHIFAL (આજનું રાશિફળ) : RASHIFAL IN GUJARATI

તમને કદાચ ગમશે

Loading...