માસૂમ બાળકોની ચિચિયારીઓથી ખીણ ગૂંજી ઊઠી : કાશ ! ભૂલકાઓને લઇ એ બસ પ્રવાસે ઉપડી જ ન હોત : બસ અકસ્માત મા બનેલો બનાવ : વાંચો આર્ટિકલ

357
Loading...

શનિવારે ઢળતી સાંજે ડાંગના અંતરિયાળ જંગલમાં બરડીપાડા પાસે ટ્યુશનના બાળકોની બસ ખીણમાં ખાબકી હતી. પચાસથી વધારે બાળકો સાથેની બસને નડેલા આ અકસ્માતમાં ચાર બાળકોના મોત થયા હતાં. સંખ્યાબંધ બાળકોને ઇજા પહોંચી હતી. તેમાં ચાર બાળકો ગંભીર રીતે ઘાયલ હોવાનું ડાંગનું સરકારી તંત્ર બિનસત્તાવાર રીતે જણાવી રહ્યું હતું.

અકસ્માતના સ્થળેથી બસ અને બાળકોને બહાર કાઢવા માટેના પ્રયાસ મોડી રાત સુધી ચાલતા રહ્યાં હતાં. તેમાં મોડી રાતે નવના મોત થયા હોવાનું આહવાની સિવિલ હોસ્પિટલમાં નોંધાયુ હતું. મૃતકોમાં સાત બાળકો અને બે મહિલાના મોત થયાં હતાં. હજુ મોતનો આંક વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, કેમકે, વધુ નવ ગંભીર ઇજાગ્રસ્તોને સુરત ખસેડવામાં આવ્યા છે.

બસ જ્યાં ખીણમાં પડી હતી તે સ્થળની ઉપરથી લેવાયેલી તસ્વીર

ઘાયલ બાળકોને આહવાની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં

બસ 36 સીટરની હતી

125 કિલોમીટરની દૂરી 1025 કિલોમીટર જેટલી લાગી હતી. કેમ કે કોઈ જાણતુ જ ન હતું કે, જેને શોધવા જઇ રહ્યા છીએ તે જીવિત હશે કે કેમ. અનેકને ડર સતાવી રહ્યો હતો કે ઘરેથી બાળકો જ્યારે સ્મિત વેરતા ગયા તે અંતિમ તો નહતુંને. દરમિયાન સ્થાનિકો માહિતી આપી હતી કે બસ 36 સીટરની હતી અને તેમાં 90થી વધુ લોકો બેઠા હતા.


સ્થાનિક સૂત્રોએ મોડી રાત્રે સ્થળ પર ઉપસ્થિત ભાસ્કરના રિપોર્ટરને જણાવ્યું હતું કે, છાપરભાઠાના ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં રહેતા નીતાબેન છેલ્લાં દસ વર્ષથી ઘરે જ ટ્યુશન કલાસ ચલાવે છે. સંચાલકો દ્વારા એક દિવસ માટે શબરીધામ અને વ્યારા ગાર્ડન સહિતના વિસ્તારમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ કે અન્ય સંબંધીઓ હતા.

વાલીઓ રડતાં-રડતાં ઘટના સ્થળ સુધી પહોંચ્યા

મોડી સાંજે જેવી અકસ્માતની ઘટનાની જાણકારી વાલીઓને મળી કે તેઓ શોકમાં ડૂબી ગયા હતા. સંતાન કેવું હશે, શું થયું હશે સહિતના વિચારોએ તમામના હોંશ ઉડાવી દીધા હતા. કેટલાંક વાલીઓ તો આંસુ રોકી શક્યા નહતા અને તરત જ પોતાના લાડકવાયા પાસે પહોંચી જવા તમામને જે રીતે ઘટના સ્થળ પર જલદી પહોંચાય તેમ નિકળી પડ્યા હતા.

આ ખૂબ જ કપરો રસ્તો હતો. કેમ કે, વાલીઓ જાણતા જ નહતા કે ત્યાં ખરેખર શું બન્યું છે અને અકસ્માત બાદની સ્થિતિ શું છે. સંતાન ક્યાં છે, કેવું છે અને શું હાલત હશે જેવા સવાલો સતત વાલીઓને હેરાન-પરેશાન કરી ગયા હતા. 200 ફૂટની ઊંડાઈએ લક્ઝરી ખાબકી હોવાના સમાચાર વચ્ચે વાલીઓ રડતાં-રડતાં ઘટના સ્થળ સુધી પહોંચ્યા હતા.

74 ઇજાગ્રસ્તો પૈકી 17 સુરત સિવિલમાં

 • જયેશ મુકેશ પ્રજાપતિ (10)
 • ફિન્યુલસીભાઈ (12)
 • દીયા શૈલેન્દ્ર સોલંકી (6)
 • અક્ષી પરેશભાઈ પટેલ (8)
 • સ્વેતા રાજેશ સગરીયા (12)
 • ખુશી સ્નેહલ પટેલ (15)
 • તપસ્વીની કલ્પેશ પટેલ (20)
 • રુદ્ર જીતુ ગોંડલીયા (11)
 • સ્મિતાબેન નેહલ પટેલ (33)
 • ધ્યાની નેહલભાઈ પટેલ (13)
 • રચિત મહેશ પટેલ (14)
 • દેવ ગૌરાંગ પટેલ (11)
 • ભૂમિકા પરેશ પટેલ (29)
 • મિનાક્ષી શૈલેન્દ્ર સોલંકી (34)
 • મહેશ કેસરલાલ જોષી (34)
 • અરૂણાબેન ઠાકોરભાઈ (68)
 • સરોજબેન અશોક પટેલ (40)
 • યશ અમીત પટેલ (10)
 • મનસ્વી રાકેશ (8)
 • પલક અજય પ્રજાપતિ (8)
 • ધનશ્રી યોગેશ પાટીલ (9)
 • ફ્રેયા મહેશ પટેલ (8)
 • વીર હિતેશ પટેલ (8)
 • આદિત્ય અનિલ પટેલ(20)
 • મનિષાબેન પટેલ (35)
 • પ્રાન્સુ વણકર (12)
 • નીતાબેન બિપીન પટેલ(52)
 • ધ્રુવ નવીનભાઈ વાળા (19)
 • ઈલાબેન ધનસુખ પટેલ (67)
 • બિપીન ખોડા પટેલ (50)
 • અભિનવ રાજપૂત (11)
 • સીમરન રાજપૂત (11)
 • વિવાન એન. પટેલ (6)
 • દીશા એસ. પટેલ (26)
 • સોનય પટેલ (11 મહિના)
 • હંસાબેન વી. પટેલ (52)
 • ધ્રુવ સ્નેહલ પટેલ (11)
 • રીયા આર. દરબાર (11)
 • કેયુગ ગોવિંદ દેસાઈ (11)
 • સોહમ અનિલ ગુપ્તા (13)
 • જ્યોતિ કે. કરીયા (59)
 • હેમલતા એન. ગજ્જર (54)
 • હેતાલી ડી. દેસાણી (10)
 • વીણાબેન ભરત વણકર (38)
 • યુગ પટેલ (11)
 • આસ્થાબેન ધામેલ (10)
 • હેમંતભાઈ પટેલ (9)
 • મેઘનાબેન પટેલ (27)
 • વિવાન દિવ્યેશ પટેલ (3)
 • કાર્તિંક સંઘાણી (19)
 • સુધાબેન રાઠોડ (38)
 • સંજય મહેતા (29)
 • શ્રેયાબેન કલથીયા (10)
 • મૈત્રીબેન ચૌહાણ (11)
 • ઓમભાઈ પટેલ (11)
 • હેત્વી સુનિલભાઈ (13)
 • દિવ્યેશ મહેશભાઈ (8)
 • ઉર્મિલા નગીન પટેલ (57)
 • દેવભાઈ સોલંકી (12)
 • હર્ષ પરમાર (9)
 • સાન્યાબેન પટેલ (12)
 • સોનલ રાઠોડ (32)
 • કૃણાલ
 • વૃંદાબેન
 • પ્રેમભાઈ
 • દેવ
 • સીમાબેન
 • સાક્ષીબેન
 • દક્ષાબેન
 • વિવેક પટેલ (11)
 • અરૂણાબેન ઠાકોરભાઈ (68)
 • ક્રિષ્નાબેન પટેલ

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...