બોલીવુડ માટે વધુ એક દુઃખદ સમાચાર, અભિનેત્રી દિવ્યા ચૌક્સેનું નિધન, આખરી ટ્વિટ માં માંગી હતી મદદ

33
Loading...

વર્ષ 2020 બોલિવૂડ માટે કાળ સાબિત થઈ રહ્યું છે. એક પછી એક સિનેમા જગતને આંચકો લાગ્યા રાખે છે. હવે સમાચાર સામે આવ્યા છે કે અભિનેત્રી અને મોડલ દિવ્યા ચૌક્સે આ દુનિયાને અલવિદા કહી દીધી છે.

દિવ્યા ચોકસેના મોતની જાણકારી તેના મિત્ર અને બહેન દ્વારા ફેસબુક પર આપવામાં આવી છે. દિવ્યા ચૌક્સેના નિધનનાં સમાચાર સામે આવતાં ચાહકોએ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું છે.

દિવ્યા ચૌક્સે કેન્સરથી ગ્રસ્ત હતી. દિવ્યાની ખાસ મિત્ર નિહારિકા રાયજાદાએ ફેસબુક પર એક પોસ્ટ લખીને દિવ્યાના મોતની પુષ્ટિ કરી છે.

બીજી તરફ, દિવ્યની કઝીન સૌમ્યાએ તેના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું છે – ‘મારે ખૂબ દુ:ખ સાથે કહેવું છે કે મારી કઝીન દિવ્ય ચૌક્સે કેન્સરને કારણે આજે ખૂબ જ નાની ઉંમરે અવસાન પામી છે.’

સૌમ્યાએ તેની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, ‘દિવ્યાએ લંડનથી એક એક્ટિંગનો કોર્સ કર્યો હતો અને તે ઘણી સારી મોડેલ પણ હતી. તેણે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે. આજે તે અમને આવી રીતે છોડીને ચાલી ગઈ. તેના આત્માને શાંતિ મળે.’

આ સાથે દિવ્યની મિત્ર નિહારિકા રાયજાદાએ એક પોસ્ટમાં લખ્યું, ‘દિવ્ય ચોકસેના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થાય છે. તે એક ગતિશીલ અને ઉત્સાહી વ્યક્તિત્વની હતી. અમે તેમને મિસ કરીશું. ‘

દિવ્ય ચૌક્સે ટ્વિટર પર બહુ સક્રિય નહોતી. પરંતુ તેની છેલ્લી ટ્વિટમાં તેણે મદદ માંગી. દિવ્યાની છેલ્લી ટ્વિટ 7 મેના રોજ હતી. અંતિમ ટ્વીટમાં દિવ્યાએ લખ્યું,  ‘કોઈને મિસેલટો થેરેપી વિશે ખબર છે? મારે મદદ ની જરૂર છે.’ 

તમને જણાવી દઈએ કે દિવ્યાએ તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘હૈ અપના દિલ તો અવરા’ થી કરી હતી. આ ફિલ્મમાં દિવ્યાએ ‘સન્યા દલવાણી’ ની ભૂમિકા ભજવી હતી. દિવ્યા ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ, દિવ્યાએ અભિનય સિવાય કથક, બોલરૂમ અને ડાન્સની પણ ટ્રેનિંગ લીધી હતી.

નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા કેટલાક સમયમાં ઘણા સ્ટાર્સ દુનિયા ને અલવિદા કહી ચુક્યા છે . આ યાદીમાં સુશાંત સિંહ રાજપૂત, વાજિદ ખાન, રિશી કપૂર, સરોજ ખાન, ઇરફાન ખાન અને યોગેશ સહિત ઘણા વધુ નામો શામેલ છે.

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

 

તમને કદાચ ગમશે

Loading...