ક્યારે ઘટશે પેટ્રોલ-ડીઝલની કિંમત..? : ફરી તોળાયો ભાવ વધારો

31

મુંબઇ: સામાન્ય રાહત પણ કેન્દ્રસરકારને જાણે `રાજ’ ન આવતી હોય તેમ સતત ચોથા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં વધારો જીકી નાખ્યો છે. મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 23 પૈસા તો ડીઝલમાં 31 પૈસાનો વધારો નોંધાયો છે.

આમ મુંબઈમાં પેટ્રોલ 87.73 તો ડીઝલમાં 77.68 પ્રતિલીટર ભાવ લાગુ થયો છે. તો આ તરફ આમ દિલ્હીમાં પણ સમાન સ્થિતિ જોવા મળી છે. અહીં પેટ્રોલમાં 23 પૈસા અને ડીઝલમાં 29 પૈસાનો વધારો નોંધાયો છે. તો ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ પેટ્રોલમાં 21 પૈસા તો ડીઝલમાં 29 પૈસાનો વધારો નોંધાયો છે. આમ અમદાવાદમાં પેટ્રોલ 79.21 થયા હતા સાથે જે ડીઝલ 77.40 પ્રતિલિટર થવા પામ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડા થયાં બાદ ફરી વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે, જો સરકારને ફરી વધારો જ કરવો હતો તો કેમ ઘટાડો કરવામાં આવ્યો. જેવી રીતે ભાવ વધી રહ્યા છે તેનાથી તો એમ જ લાગી રહ્યુ છે કે, આગામી 5 અથવા 6 દિવસોમાં ફરી એનાથી પણ ભાવ વધી જશે.

Petrol and diesel prices in #Delhi are Rs 82.26 per litre (increase by Rs 0.23) and Rs 74.11 (increase by Rs 0.29) respectively. Petrol and diesel prices in #Mumbai are Rs 87.73 per litre (increase by Rs 0.23) and Rs 77.68 per litre (increase by Rs 0.31) respectively. pic.twitter.com/YLSGyeNVEp

Loading...

— ANI (@ANI) October 9, 2018
આપને જણાવી દઇએ કે, ગત માસે થોડા દિવસ સુધી સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો હતો. આ ભાવ વધારાને કારણે પ્રજા પરેશાન થઇ ગઇ હતી. અંતે રાજ્ય સરકાર અને કેન્દ્ર દ્વારા 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

જો કે, આ ઘટનાના 3 દિવસ બાદ જ પેટ્રોલમાં 23 પૈસાનો ભાવ વધારો અને ડીઝલમાં 31 પૈસાનો ભાવ વધારો થતાં પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ હતી.

આ પણ વાંચો

9 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, ધન રાશિના જાતકો ખાસ વાંચો…

તમને કદાચ ગમશે

Loading...