અમદાવાદમાં ફ્લાવર શો : CM રૂપાણી દ્વારા ખુલ્લો મુકાયો : ૫ લાખથી વધુ ફૂલનો નયનરમ્ય નજારો જોવા મળશે

97
Loading...

અમદાવાદમાં 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાવાનો છે. જેમાં અમદાવાદનું આંગણુ ફૂલગુલાબી રંગોથી છવાઈ જશે.

આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ફલાવર શો-2018નો સવારે પ્રારંભ કરાવ્યો હતો. આ ફલાવર શો સવારે 10 થી રાત્રે 9 દરમિયાન જાહેર જનતા માટે સાબરમતી રિવર ફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ ટાગોર હોલ પાછળ, ખૂલ્લો રહેશે. ​​

અમદાવાદમાં આજથી લોકો ફ્લાવર શોનો આનંદ ઉઠાવી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ફ્લાવર શોનું ઉદ્ધાટન કરીને લોકો માટે ખુલ્લો મુક્યો છે. વર્ષ ૨૦૧૩થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પછી ફ્લાવર શોનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલાના વર્ષોમાં ફ્લાવર શો નિહાળવા માટે દર્શકોને એક રૂપિયાનો પણ ખર્ચો નહતો કરવો પડ્યો. પરંતુ આ વર્ષે ફ્લાવર શો જોવા માટે તમારે વ્યક્તિદીઠ ૧૦ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. 

૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલ ફ્લાવર શોમાં અલગ-અલગ પ્રકારના ફ્લાવર્સ જોવા મળશે. ઓર્કીડ, ઈંગ્લીશ ગુલાબ, કાર્નેશન તેમજ અન્ય ફુલોમાંથી બનાવેલ જીરાફ, બટરફ્લાય, ક્લસ્ટર, હરણ, ફ્લેમિંગો, મોર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ, સી-પ્લેન, બુલેટ ટ્રેન, ગાંધીજી, ચરખો, ચશ્મા વગેરે જેવી કુલ ૫૦થી વધુ લાઈવ સ્કલપચર જોવા મળશે. 

પ્રતિ વર્ષ યોજાતા ફલવાર-શો માં મુખ્યત્વે દેશ વિદેશનાં વિવિધ જાતોના ફુલોના રોપાઓનું તેમજ ફુલોમાંથી બનાવેલા જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ તેમજ સ્થાપત્યોના સ્કલ્પચરનું પ્રદર્શન રાખવામાં આવે છે.

ફ્લાવર શોના આયોજનનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર માલવિયા અને ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિજ્ઞોશભાઈ પટેલે માહિતી આપતા એમ જણાવ્યું કે, 45 હજાર સ્કવેર મીટર એરિયામાં પથરાયેલા ફ્લાવર શોમાં 65 જેટલી વિવિધ જાતોના સાડા પાંચ લાખથી વધુ ફૂલો રજૂ કરાયા છે.

ફ્લાવર શો માટે સિટી બસની વ્યવસ્થા

ફ્લાવર શો માટે જુદા-જુદા વિસ્તારમાંથી ખાસ સિટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લાલ દરવાજાથી ૩, વાસણાથી ૨, નવા વાડજથી ૬, કાલુપુર, મણિનગર, મેમનગરથી ૪ બસનો સમાવેશ થાય છે. આ બસ ૩૦-૩૦ મિનિટના અંતરે આ વિસ્તારમાંથી મળી શકશે.

ફ્લાવર શોમાં આ વખતે શું ખાસ?

1 : ૧.૫૦ લાખથી વધુ  અને ૬૫ પ્રજાતિના ફૂલના પ્લાન્ટ.

2 : કુલ ૫ લાખથીા વધુ પ્લાન્ટનો નજારો. ગત વર્ષે ૩.૫૦ લાખ પ્લાન્ટ હતા.

3 : ૪૫ થી ૫૦ ફૂટ લાંબો ફ્લાવર બેડ, થાઇલેન્ડના મોકારા અને વાંદા આકર્ષણનું કેન્દ્ર.

4 : ૧૩ નર્સરીમાંથી વિવિધ જાતના છોડનું વેચાણ, હેરિટેજની ઝાંખી કરાવતો સ્ટોલ.

5 : ૫૦થી વધુના પ્રાણી-પક્ષીના ફૂલ-પ્લાન્ટ દ્વારા બનાવેયાલા સ્કલ્પચર.

6 : બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો


તમને કદાચ ગમશે

Loading...