સ્વાઈન ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો,24 કલાકમાં 53 પોઝીટીવ કેસ : જાણો શુ છે સ્વાઈન ફ્લૂ નો ઉપચાર

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સ્વાઈન ફ્લૂના કારણે 53 પોઝીટીવ કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લૂના કારણે છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના મોત થયા છે.

તો આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 17 જેટલા લોકોના મોત થયા છે અને હાલમાં સ્વાઈન ફ્લૂના 190 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 549 જેટલા પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાથી 342 જેટલા લોકો સારવાર લઈને પરત ફર્યા છે.

સ્વાઇન ફ્લૂનો આયુર્વેદીક ઉપચાર

સ્વાઇન ફ્લૂ અટકાવવા આજના તબીબવિજ્ઞાનમાં એલોપથીની ટેમી ફ્લૂ દવા આપે છે. જે બધા ફ્લૂના તાવ માટેની દવા છે. પરંતુ તેનો અકસીર ઇલાજ શોધાયો નથી. સ્વાઇન ફ્લૂ રોગનું આયુર્વેદની દ્રષ્ટિ એ નામ વાતશ્લેસમક જ્વર છે. તેના અકસિર ઇલાજ માટે તુલસી, મધનું સેવન અકસીર છે.

કેમ કે તે વધારાના કફને દૂર કરે છે. તો, આદુ, તુલસી, સૂંઠવાળી ચા પણ સ્વાઇન ફ્લુમાં રક્ષણ આપનારી છે. એવી જ રીતે ત્રિકટુ ચૂર્ણ, સિતોપલાદી ચૂર્ણ, ભોજન્તીભસ્મ વગેરે મધ સાથે લેવાથી, નવજીવન રસ, દશમૂળ કવાથ, ગુરુત્યાદી ક્વાથ લેવાથી ચોક્કસ રાહત થાય છે અને સ્વાઇન ફ્લૂના ચેપથી પણ બચી શકાતું હોવાનું આયુર્વેદાચાર્યોએ જણાવ્યું હતું.

સ્વાઇન ફ્લૂનો હોમીયોપેથી ઉપચાર

હોમીયોપેથીની વાત કરીએ તો તેમાં પણ સ્વાઇન ફ્લૂને અટકાવવા અક્સીર દવા હોવાનું તજજ્ઞો જણાવી રહ્યાં છે. હોમીઓપથીમાં NAT 30 mg, Belladonna 30, BRYONIA ALBA, Gelsemium 30 વગેરે જેવી દવા ડોક્ટરની સુચના મુજબ લેવાથી આ રોગ મટે છે અથવા તેનો ચેપ લાગતો નથી.

આવા તાજા સમાચાર માટે અમારું ફેશબુક પેજ લાઈક કરો
નોટિફિકેશન માટે બેલ બટન પર ક્લિક કરી ALLOW આપો

FACEBOOK પર હેકર્સે કર્યો હુમલો,5 કરોડ યુઝર્સના ડેટા ચોરીથી ખળભળાટ

તમને કદાચ ગમશે