જાણો એક NGO વિષે જે અમદાવાદમાં દોરી થી ગળું નો કપાય તેના માટે કરી રહી છે આ કામ,કોર્પોરેશન પણ કરે છે મદદ..

87
Loading...

બ્રિજ પર વાયર લગાવી રહ્યા છેઃ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિશન સેફ ઉત્તરાયણ એનજીઓ સાથે મળીને બ્રિજ પર વાયર લગાવવાનું કામ કરી રહ્યા છે જેથી ઉત્તરાયણમાં ટુવ્હીલર પર જતા વાહનચાલકોનું દોરીથી ગળુ કપાતા બચાવી શકાય.

પોતે પણ બની ચૂક્યા છે ભોગઃ

2007થી આ મિશન ચલાવતા મનોજ ભાવસારે કહ્યું કે નરોડા વિસ્તારમાં જીવલેણ માંજાને કારણે તેમને પણ ઈજા થઈ હતી.

ત્યાર બાદ પ્રીતિ શાહ નામની એક યુવાન છોકરીનું ધરણીધર ઓવરબ્રિજ પર ગળુ કપાવાને કારણે મોત થયુ હતુ.

આ બંને ઘટના બાદ તેમણે દોરીથી ગળુ કપાતા અટકાવવા આ મિશન હાથ ઘર્યું.

રિસ્ક ઘટે છેઃ

તેમણે જણાવ્યું કે આ ઘટના પછી તેમને બ્રિજના બંને છેડે ગાર્ડ વાયર લગાવવાનો વિચાર આવ્યો.

આમ કરવાથી દોરી ટુ વ્હીલરના વાહનચાલક સુધી પહોંચતી નછી. પહેલા દોરી ગાર્ડ વાયર પર પડે છે, પછી નીચે પડે છે જેને કારણે રિસ્ક ઘટી જાય છે.

કોર્પોરેશન કરે છે મદદઃ

અત્યારે 20 જેટલા બ્રિજ પર ભાવસાર અને તેમની ટીમ વાયર લગાવે છે. કોર્પોરેશનને તેમને આ માટે પરવાનગી અને મદદ આપી છે.

આ માટે લગભગ 22 કિલો જેટલો વાયર વપરાય છે અને તેની કિંમત રૂ. 75 પ્રતિ કિલો જેટલી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોર્પોરેશન તમને ફાયર બ્રિગેડનું વાહન આપે છે.

ઘણા બ્રિજ પર વાયર લગાડવા માટે હાઈડ્રોલિક પ્લેટફોર્મની જરૂર પડે છે જે તેમણે જાતે મેનેજ કરવું પડે છે

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...