રાજકોટ માટે ખુશી ના સમાચાર,નીતિન પટેલે ખુદ કરી જાહેરાત વાંચો વધુ

79
Loading...

રાજકોટ માટે ખુશી ના સમાચાર

જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી AIIMS હોસ્પિટલ ગુજરાતમાં બનાવવાની મંજૂરી મળી ગઈ છે.

વડોદરા અને રાજકોટ બંનેમાંથી એક સ્થળ પર આ હોસ્પિટલ બનવાની હતી, જેના માટે રાજકોટ પર આખરી પસંદગી કરવામાં આવી છે.

ડે. સીએમ નીતિન પટેલે આજે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજકોટ નજીક ખંઢેરી ગામે AIIMS સ્થાપવાની મંજૂરી આપી દીધી છે.

1200 કરોડ રુપિયાના અંદાજીત ખર્ચે આ હોસ્પિટલ બનશે, જેનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.

વડોદરા અને રાજકોટ હતા રેસ માં

મહત્વનું છે કે, AIIMS માટે રાજકોટ અને વડોદરા વચ્ચે ખાસ્સી ખેચતાણ હતી. વડોદરાના ધારાસભ્યોએ આ મામલે સીએમ સમક્ષ રજૂઆત પણ કરી હતી.

જોકે, જસદણની ચૂંટણી ટાણે રાજકોટને AIIMS મળી શકે છે તેવા અહેવાલ આવ્યા ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી આ અહેવાલ વહેતા કરાયાના આક્ષેપ થયા હતા.

૪૦૦ એકર માં બનશે AIIMS

AIIMSનું નિર્માણ 400 એકર જમીન પર કરવામાં આવશે, અને થોડા મહિનાઓ પહેલા કેન્દ્ર સરકારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પાસેથી આ અંગે વધુ વિગતો મગાવતા રાજકોટમાં જ AIIMS બનશે તેવું લગભગ ફાઈનલ થઈ ગયું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા બનનારી AIIMSમાં આધુનિક સારવારની સાથે મેડિકલ કોલેજ પણ હશે. નિર્માણ થયા બાદ તે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ બની રહેશે.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...