અમેરિકામાં હિમપ્રકોપથી હાહાકાર, ઠંડીનો પારો -70 ડિગ્રીએ પહોંચવાની અપાઈ વોર્નિંગ

68
Loading...

અમેરિકામાં ઠંડીથી હાહાકાર

અમેરિકામાં ઠંડીથી સ્થિતિ ખરાબ થઈ રહી છે. અહીં 10 રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. તાપમાનનો પારો શૂન્યથી 20 ડિગ્રી નીચે સુધી પહોંચી ચૂક્યો છે.

શિકાગો નદીમાં બરફ જામી ગયો છે. અમેરિકાના હવામાન વિભાગે તાપમાનના -70 ડિગ્રી સુધી પહોંચવાની વોર્નિંગ જારી કરી છે.

લોકોને અપીલ કરવામાં આવે છે કે ખુલ્લામાં રહીને ઊંડેથી શ્વાસ લે. બીજી તરફ પેટ્રોલિંગ કરનારા ઓફિસરો તેને અમેરિકાની ઐતિહાસિક ઠંડી ગણાવી રહ્યા છે.

પોસ્ટલ સહિતની સેવાઓ રદ કરાઈ

10 રાજ્યો ઈલિનોય, આયોવા, મિનેસોટા, નોર્થ ડકોટા, સાઉથ ડકોડા, વિસકોન્સિન, કેન્સાસ, મિઝૌરી અને મોન્ટાનામાં ઠંડીનો ભારે પ્રકોપ છે.

ઠંડીના કારણે 6 રાજ્યોમાં પોસ્ટલ સર્વિસ હાલમાં બંધ કરી દેવામાં આવી છે. તો સ્કૂલ, કોલેજો અને સરકારી ઓફિસોને પણ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

5 મિનિટ સુધી ખુલ્લામાં રહેવું જીવલેણ

લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. નેશનલ વેધર સર્વિસે ટ્વીટ કર્યું છે કે સ્થિતિ ખૂબ જ ખતરનાક છે.

જો તમે બહાર છો અને તમારા શરીરનો કોઈ ભાગ ખુલ્લો છે તો 5 મિનિટમાં જ બરફના કારણે ચામડીમાં સોજો આવવાની શક્યા છે.

અત્યાર સુધીમાં આ રાજ્યોમાં અંદાજિત 12 જેટલા લોકોને બરફમાં જામી જવાના કારણે મોત થયા છે.

શિકાગોમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ

શિકાગોની સ્થિતિ સૌથી વધારે ખરાબ બતાવવામાં આવી રહી છે. અહીં તાપમાન -27 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું છે.

હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવનારા દિવસોમાં અહીંનું તાપમાન એન્ટાર્કટિકાથી ઓછું રહી શકે છે.

બ્રિટનમાં પણ ખરાબ સ્થિતિ

બ્રિટનમાં પણ ઠંડીથી ખરાબ સ્થિતિ છે. અહીં માન્ચેસ્ટર, લિવરપૂલમાં સ્થિતિ ખરાબ છે. ખરાબ વાતાવરણના કારણે એરપોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે.

આટલું જ નહીં સ્કૂલ, કોલેજ પણ સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...