આણંદની રેલવેલાઇન પર કુદરતી હાજતે ગયેલા જ્વેલર્સને ખુલે આમ લૂંટી લેવાયો..

64
Loading...

– નડિયાદના સોના-ચાંદીના વેપારી કામ અર્થે આણંદ આવ્યા હતા

– રેલવે સ્ટેશનનું શૌચાલય ખરાબ હોવાથી જાહેરમાં શૌચ માટે જતાં લૂંટાયા

– આણંદ શહેરના રેલવે સ્ટેશન ઉપર શનિવારની રાત્રે પ્લેટફોર્મ નંબર પાંચ નજીક રેલવે લાઈન ઉપર ખુલ્લામાં કુદરતી હાજતે ગયેલા નડિયાદના ઝવેરીને બે શખ્સોએ માર મારીને તેની પાસેથી રોકડા રૂ.૭ હજારની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે રેલવે પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને બન્ને શખ્સોના વર્ણનના આધારે તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉમરેઠ તાલુકાના ભાલેજના પરંતુ હાલમાં નડિયાદ ખાતે રહેતા આબિદહુસેન નઝમુલહુસેન મલેક સોના-ચાંદીના દાગીના બનાવીને ગામડાઓમાં વેચવાનો ધંધો કરે છે. તેમનો ભાગીદાર આણંદમાં રહે છે અને તેમણે કાનની બુટ્ટીઓ બનાવવા માટે આપી હતી. જેથી તે લેવા માટે નડિયાદથી રાત્રીના સુમારે ટ્રેન મારફતે આણંદ આવ્યા હતા. શનિવારે સાડા આઠેક વાગ્યાના સુમારે આણંદના પ્લેટફોર્મ નંબર એક ઉપર ઉતરીને ચાલતા-ચાલતા પાંચ નંબરના પ્લેટફોર્મ પર ગયા હતા જ્યાં પેટમાં દુઃખાવો થતાં કુદરતી હાજતે જવું પડે તેવું લાગતાં પાંચ નંબરના પ્લેટફોર્મ નંબર ઉપર આવેલા શૌચાલયમાં ગયા હતા. પરંતુ ત્યાં ખૂબ ગંદકી હોઇ પાછા આવીને બાંકડા ઉપર બેસી ગયા હતા.

દરમ્યાન ત્યાં એક છોકરાને પૂછતાં સામે આવેલી રેલવેલાઇન ઉપર જઈ આવો તેમ કહ્યું હતું, જેથી આબિદહુસેન થોડે દૂર રેલવે લાઈન ઉપર ખુલ્લામાં કુદરતી હાજતે ગયા હતા. પરત ફરતી વખતે નજીકની રેલવે લાઈન ઉપર સુઈ રહેલો એક શખ્સ આવી ચઢ્યો હતો અને આબિદહુસેને ખભે ભરાવેલો થેલો લૂંટવાનો પ્રયાસ કરતાં તેઓએ દોટ મૂકી હતી. જેથી પેલો શખ્સ પણ પાછળ દોડ્યો હતો અને શર્ટ પકડતાં ફાટી જવા પામ્યું હતું અને ધક્કો મારીને તેમને પાડી દીધા બાદ માર મારીને પાછળના ખિસ્સામાં રોકડા રૂ.૭ હજાર લૂંટી લીઘા હતા. દરમિયાન બીજો એક શખ્સ પણ ત્યાં આવી ચઢ્યો હતો અને બે-ત્રણ લાફાં મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો

આખરે HYUNDAI SANTRO ભારતમાં લોન્ચ, પહેલા 50,000 ગ્રાહકો માટે ખાસ ઓફર

તમને કદાચ ગમશે

Loading...