ન્યૂઝપેપર પર તમે જમો છો? તો ચેતી જજો નહીંતર પસ્તાશો, જાણો શા માટે?

65
Loading...

આપણે બધા ન્યૂઝ પેપરનો ઉપયોગ ઘણી જગ્યાએ કરીએ છીએ ખાસ કરીને જમતી વખતે પેપરનો ઉપયોગ વધુ કરીએ છીએ. જેમ કે બહારથી કંઇપણ જમવાની વસ્તુ લાવીએ તો મોટાભાગે દુકાનદાર પેપરમાં જ લપેટીને આપે છે, પણ શુ તમે જણો છો કે, તે વસ્તું ખાવાથી કેટલું નુક્સાન થાય છે.

હકીકતમાં અખબારમાં છાપવા માટે જે શાહીનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘણા પ્રકારના જીવલેણ રસાયણોથી તૈયાર કરવામાં આવે છે. જેમ કે, ‘ડાઇ આઇસોબ્યુટાઇલ ફટાલેટ’, ડાઇએન આઇસોબ્યુટાઇલ વગેરે.

શાહી ઉપરાંત તેના રંગોમાં પણ ઘણા રસાયણો ઉમેરવામાં આવે છે, જે જીવલેણ હોય છે. જે રસાયણો આપણા શરીરમાં કેન્સર જેવા જીવલેણ રોગો પેદા કરે છે.

અખબારની શાહીમાં આવતા રસાયણો બાળકોના બૌદ્ધિક વિકાસને અવરોધે છે. જો અખબારમાં ગરમ ​​વાનગી હોય, તો રસાયણોના બાયોએક્ટિવ સક્રિય થાય છે. તે શરીરને ભારે નુકસાન પહોંચાડે છે. જેથી ઓફિસ હોય કે, ઘર જો શક્ય હોય તો પેપરને વાનગીથી દુર રાખવુ જોઇએ.

આ પણ વાંચો

મોડલ પુત્રએ પોતાની માતાને ઢોરમાર મારી કરી હત્યા : શા માટે કરી હશે હત્યા ?

તમને કદાચ ગમશે

Loading...