કેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા?370ના મુદ્દે જાણો અહીં

19
Loading...

મોદી સરકારે ઐતિહાસિક પગલું ભરતા સોમવારના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપનાર અનુચ્છેદ 370 ખતમ કર્યો છે.

સોશિયલ મીડિયા પર સરકારના આ ઐતિહાસિક નિર્ણયની સાથે-સાથે વધુ એક રસપ્રદ ચર્ચા શ્રાવણના સોમવારની થઈ રહી છે.

ઘણાં લોકો આ ઐતિહાસિક નિર્ણયને શ્રાવણના સોમવાર સાથે જોડીને ભગવાન શિવને તેનું શ્રેય આપતા જોવા મળ્યા.

સોશિયલ મીડિયા પર પહેલા, બીજા અને હવે ત્રીજા શ્રાવણના સોમવાર સાથે જોડાયેલી અલગ જ ચર્ચા શરૂ થઈ છે.

તારીખ 22 જુલાઈ સોમવારના રોજ ચંદ્રયાન-2નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ શ્રાવણનો પહેલો સોમવાર હતો.

આજે 5 ઓગસ્ટના રોજ શ્રાવણનો ત્રીજો સોમવાર છે. આ કારણે લોકો આ ઐતિહાસિક નિર્ણયને શ્રાવણના સોમવાર સાથે જોડીને ભગવાન શિવને તેનું શ્રેય આપતા જોવા મળ્યા.

ઘણાં યૂઝર્સે લખ્યું કે શ્રાવણનો સોમવાર શુભ હોય છે અને આ દિવસે ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર શ્રાવણના બીજા સોમવારે ત્રણ તલાક બિલ પાસ થવાની પણ વાત કરવામાં આવી રહી છે.

પણ, ત્રણ તલાક બિલ મંગળવારે 30 જુલાઈના રોજ પાસ થયું હતું. પરંતુ, શ્રાવણના સોમવારના મહત્વના લીધે લોકો આ ઐતિહાસિક પગલાને જોડી રહ્યા છે.

તેવામાં લોકોએ શ્રાવણના સોમવારની આસપાસ ત્રણ તલાક બિલ પાસ થવાના કારણે તેને પણ આ સાથે જોડી દીધું છે.

સોશિયલ મીડિયા પર એક યૂઝરે લખ્યું કે શ્રાવણનો પહેલો સોમવાર, ચંદ્રયાન-2નું પરીક્ષણ, શ્રાવણનો

બીજો સોમવાર- ત્રણ તલાક બિલ પાસ, શ્રાવણનો ત્રીજો સોમવાર- આર્ટિકલ 35A અને આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા, હર હર મહાદેવ.

અન્ય સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે આ નિર્ણય મહાદેવ તાંડવની મુદ્રામાં છે. હર હર મહાદેવ.

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...