KBCની હોટ સીટ પર ભૂજની યુવતીએ લાખો જીત્યા : જાણો વધુ

286
Loading...

બોલીવુડના મહાનાયક અમીતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરાતા કોન બનેગા કરોડપતીમાં શોમાં ભાગ લઇ હોટ સીટ પર બેસી રૂપિયા કમાઇ બીગ બીને મળવાનું સપનું હર કોઇ સેવતા હોય છે. ભુજની બિનલ સુથાર નામની યુવતી દ્વારા 4 વર્ષથી કરાતા પ્રયાસ સફળતાને વરતાં તેને બીગ બી સામે હોટસીટ પર બેસવાનો વારો આવતાં તેનું સપનું સાકાર થયાનુ઼ જણાવ્યું હતું.

બીગબી અે કહ્યું આપનો તે મેરી સીટ ખતરે મેં ડાલ દી

કેબીસીમાં હોટસીટ પર બેસી લાખો રૂપિયા જીતનાર બિનલ સુથારે અતી ઉત્સાહીત સ્વરે પોતાની લાગણી ભાસ્કર સાથે વ્યકત કરતાં કહયું કે કેબીસીની હોટ સીટ પહોંચી બીગ બી સાથે વાતો કરવાનો રોમાંચ જ કંઇક અનેરો હોય છે. ફાસ્ટેસ્ટ ફીંગર ફસ્ટ માંથી જયારે મારું હોટ સીટ સીલેકશાન થયું ત્યારે ઉત્સાહનો ઉમંગ મારા મનમાં છલકાઇ ગયાનું જણાવતા બિનલે કહ્યું કે ભારાસરની શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા મારા માતા 4 વર્ષથી પ્રયાસ કરતાં હતા . આ વખતે મેં પ્રયત્ન કર્યો અને સફળતા હાથ લાગી ગઇ. બિનલ હાલમાં જિ.પંચાયતની આઇસીડીએસ શાખામાં મદદનીશ આંકડાશાસ્ત્ર તરીકે ફરજ બજાવે છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપી કલાસવન ઓફીસર બનવાનું તેમનું સપનું હોવાનું ઉમેર્યું હતું.

બીગબીના સાથેના સંવાદમાં બિનલે પોતાને કેબીસીનો શો એકવાર હોસ્ટ કરવાની ઇચ્છા હોવાનું કહેતા બચ્ચને પોતાના ચીર પરિચીત અંદાજમાં આપને તો મેરી સીટ ખતરે મેં ડાલ દી, સોનીવાલે આપ ઇન કે બાતકો ઇગ્નોર કર દેના અેમ કહસી સૌને હસાવી કચ્છ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.

13મીએ શુટીંગ થયું: 22મીએ પ્રસારણ

ભુજની યુવતીને ચમકાવતા આ એપીસોડનું શુટીંગ 13 ઓકટોબરના થયું હતું. અને તેનું પ્રસારણ 22મી ઓકટોબરના કરવામાં આવશે. આ પૂર્વે 4 ઓકટોબરના કેબીસીની ટીમ ભુજ આવી હતી. બિનલની રોંજીદી જિવનશૈલી, શોખ સહિતની ડોકયુમેન્ટીર અા ટીમે તૈયાર કરી હતી. બિનલે બીગબીને કચ્છી મેસુકની ભેંટ પણ આપી હતી.

તમને કદાચ ગમશે

Loading...