કપિલ શર્માના લગ્નની આ છે તમામ ડિટેઈલ્સ, આ રીતે થશે લગ્ન

48
kapil sharma wedding
Loading...

(Kapil Sharma Wedding) દીપિકા અને રણવીર બાદ Kapil Sharma ના ઘરે પણ લગ્ન મંડપ બંધાવા જઈ રહ્યો છે. જો કે આ વાત તો હવે જગજાહેર છે. પરંતુ કપિલ શર્મા ક્યાં ક્યારે અને કેવી રીતે લગ્ન કરશે તે માહિતી પણ આવી ચૂકી છે.

કપિલ શર્મા પોતાના હોમટાઉનમાં 12 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે.

પહેલા કપિલના લગ્ન 14 ડિસેમ્બરે હોવાની ચર્ચા હતી. પરંતુ કન્ફર્મ ડેટ 12 ડિસેમ્બરની છે.

કપિલના લગ્ન જલંધરની હોટેલ ક્લબ કબાનામાં થશે.લગ્નની તમામ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

હજી કેટલાક દિવસો પહેલા જ લગ્નનું વેન્યુ નક્કી નહોતું. એટલે કોઈ જાહેરાત નહોતી થઈ. કપિલની દુલ્હન ગિન્ની ચતરથ જલંધરના ગુરુ નાનક નગરની વતની છે.

ખાસ બાત એ છે કે ગિન્નીના ઘરને શણગારવાનું શરૂ થઈ ચુક્યુ છે. ગિન્ની કોલેજના દિવસોથી જ કપિલની નજીક હતી.

મળતી માહિતી મુજબ કપિલના લગ્નમાં સિક્યોરિટી પણ ચાકચોબંધ હશે. Kapil Sharma ની ઈચ્છા આ લગ્ન સાદગીથી કરવાની હતી, પરંતુ ગિન્ની પોતાના પરિવારની એકમાત્ર પુત્રી હોવાને કારણે તેનો પરિવાર ધામધૂમથી લગ્ન કરવા ઈચ્છે છે.

એટલે જ કપિલે પણ આ લગ્ન ધામધૂમથી કરવાનો નિર્ણય લીધો છે. 10 અને 11 ડિસેમ્બરે મહેંદી અને હલ્દીની વિધિ થશે. શાદી પંજાબી રીતિ રિવાજ મુજબ થશે.

ઉલ્લેખનીય છે કે Kapil Sharma ના લગ્નમાં તેના નજીકના મિત્રો સામેલ થશે.

કીકુ શારદા આ લગ્નમાં પહોંચી શકે છે. તો બીજી તરફ કપિલ ટૂંક સમયમાં મુંબઈમાં રિસેપ્શન પણ યોજે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : ડીસાના લોરવાડા ગામના ખેડૂતના ખાતામાંથી રૂપિયા 2 લાખ ઉપડી ગયા

તમને કદાચ ગમશે

Loading...