GST council meeting : આ વસ્તુઓ હવે 5% ટેક્સ લાગશે

327
Loading...

GST council meeting : ખાસ વસ્તુઓ

  • 33 વસ્તુઓને 18% ના સ્લેબમાંથી 12% થી 5% ના સ્લેબમાં લાવવામાં આવી છે.
  • માત્ર 34 ઉત્પાદનોના જીએસટી દરો 18 કે તેથી ઓછી રાખવામાં આવી છે.
  • કમ્પ્યુટર મોનિટર, પાવર બેંક, યુપીએસ, ટાયર, એસી, ડિજિટલ કેમેરા, વોશિંગ મશીન અને વૉટર હીટિંગ હીટર શામેલ છે. 
  • આ કાઉન્સિલની 31 મી બેઠક હતી. 

GST council meeting સમાપ્ત થઈ ગઈ છે. નાણાં પ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં, 33 વસ્તુઓને 18 ટકા સ્લેબથી 12 અને 5 ટકાના સ્લેબમાં લાવવામાં આવ્યા છે. પુડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણાસ્વામી એ બેઠક પછી જણાવ્યું હતું કે આનાથી સામાન્ય માણસને ભારે રાહત મળશે. આ કાઉન્સિલની 31 મી બેઠક હતી. વી. નારાયણાસ્વામીએ કહ્યું કે કૉંગ્રેસની વાસ્તવિક માંગ એ હતી કે વૈભવી માલ સિવાયના અન્ય તમામ ઉત્પાદનો 18 ટકાના દરે લાવવામાં આવે અને સરકાર તેના પર સહમત પણ થઇ. તમામ 34 ઉત્પાદનોના જીએસટી દરોમ 18 કે તેથી ઓછા રાખવામાં આવ્યા છે. 

GST council meeting

GST council meeting : લક્ઝરી સામાન અને તમાકુ સિગરેટ સિવાય રોજિંદા ઉપયોગ ની તમામ વસ્તુઓને 18 ટકા અથવા તેના થી પણ નીચેના જીએસટી સ્લેબમાં લાવવામાં આવ્યા છે. આ રોજિંદા વસ્તુઓમાં કમ્પ્યુટર મોનિટર, પાવર બેંક, યુપીએસ, ટાયર, એસી, ડિજિટલ કેમેરા, વોશિંગ મશીન અને વૉટર હીટિંગ હીટર શામેલ છે. 

આ પણ વાંચો : ZERO MOVIE REVIEW : શાહરુખ ની મૂવી દિલ-દિમાગ ક્યાંય ઉતરતી નથી…!

સિમેન્ટને 18 ટકાના દરે લાવવામાં આવ્યું છે. હકીકત એ છે કે સિમેન્ટ પર 28 ટકા જીએસટી હોવાથી કાળાબજાર વધી રહ્યું છે. એવા માં દર ઓછા કરવાથી ફેર પડશે અને વેચાણ નો આંકડો વધવાથી રાજસ્વ સરખું રહેવાની ધારણા છે. સ્ત્રોતો જણાવે છે કે સિમેન્ટના બ્લેક માર્કેટિંગથી સરકારને રૂ. 7,000 કરોડની ખોટ ગઈ છે.

GST council meeting

18 ડિસેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇમાં યોજાયેલા એક કાર્યક્રમમાં GST ના ઘટાડવાનો સંકેત આપ્યો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે સરકાર 28 ટકા સ્લેબમાં માત્ર 1 ટકા જ વસ્તુઓને રાખશે. 

મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર GST ના 99 ટકા વસ્તુઓને 18 ટકા અને તેનાથી નીચે સ્લેબમાં લાવવા માંગે છે. 28 ટકા સ્લેબમાં, તે વસ્તુઓ જ રહેશે, જેના પર વધુ ટેક્સ સાચે જ લાગવો જોઈએ. સરકારનું આ પગલું લોકોને ખૂબ રાહત આપશે. 

GST council meeting : જીએસટી સાથે સંકળાયેલા 55 મિલિયન વેપારીઓ ને રાહત

મોદીએ જણાવ્યું હતું કે GST ના અમલીકરણ પહેલાં કર આપતા વેપારીઓની સંખ્યા માત્ર 65 લાખ હતી, જે હવે 1 જુલાઇ 2017 થી 1.20 કરોડ થઈ ગઈ છે. જીએસટીના અમલીકરણ પછી 55 લાખ નવા વેપારીઓ કર સિસ્ટમથી જોડાયેલા છે. 

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...