ધોળા દિવસે જ્વેલરી શોપ લૂંટવા આવેલા શખ્સોને દુકાન માલિકે બતાવી તલવાર પછી:જુવો વીડિઓ

29

Canada લૂંટારાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા

આજના જમાનામાં કોઈ પૂછે કે સેલ્ફ ડિફેન્સ માટે હથિયાર સાથે રાખો છો? તો આ સવાલ સામાન્ય છે કારણકે કોઈ

ક્યાંથી અને ક્યારે હુમલો કરી દે નક્કી નહીં. કોઈ પોતાની સાથે લાયસન્સવાળી બંદૂક રાખે છે તો કોઈ હોકી સ્ટીક.

કેનેડામાં હાલમાં આવી જ એક ઘટના બની. ધોળા દિવસે 3-4 લૂંટારુઓ જ્વેલરી શોપમાં લૂંટ કરવા પહોંચ્યા. એ પછી

Loading...

જે થયું તે જોવા જેવું છે. દુકાન માલિકે તલવાર કાઢી અને લૂંટારુઓનો સામનો કર્યો. માલિકે એક જ વખત તલવાર

બતાવીને લૂંટારુઓ ઊભી પૂંછડીએ ભાગ્યા.

તલવારથી કર્યો સામનો jewellery મીડિયા રિપોર્ટ પ્રમાણે, કેનેડાના જ્વેલરી સ્ટોરમાં લૂંટ કરવા માટે લૂંટારુઓ પહોંચ્યા. દુકાનના કાચ ફોડીને લૂંટારુઓએ

દુકાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે જ દુકાન માલિકના દીકરા અર્જુન કુમારે તલવાર કાઢી. અર્જુન કુમારે કહ્યું કે, “અમે

જોયું કે લૂંટારાઓ દુકાનની અંદર ઘૂસવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે તરત જ અમે એક્શન લીધી. અમે તેને દુકાનની

બહાર જ રાખવા માગતા હતા. તે મને ગોળી મારી દેત તો પણ હું તેમને દુકાનની અંદર ઘૂસવા ન દેત.”

સોશિયલ મીડિયા પર દુકાન માલિકના વખાણ


આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર લૂટારાઓનો

સામનો કરનારા દુકાનના લોકોના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને

મોટી લૂંટ થતા રોકી છે. લૂંટારાઓના હાથમાં બંદૂક હતી છતાં પણ દુકાનના લોકોએ ડર્યા વિના તેમનો સામનો કર્યો.

પોલીસે શેર કર્યો વીડિયો

પોલીસે પણ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. આ ઘટના કેનેડાના Mississauga નામના વિસ્તારની છે જ્યાં એક ભારતીયની સોના-ચાંદીની દુકાન છે.

 

તમને કદાચ ગમશે

Loading...