કંપનીના CEO નો લેટર દરેક કર્મચારીએ વાંચવા જેવો જાણો શુ વાત છે?

71
Loading...

CEO લોકોએ શેર કર્યો લેટર

આ ફિલીપાઈન્સમાં રહેનારી Charity Delmo વ્યવસાયે સીઈઓ છે એટલે કે એક કંપનીના માલિક. તેની કંપની વિઝા સાથે સંબંધીત સેવાઓ પૂરી પાડે છે.

છેલ્લા કેટલાક દિવસથી તેનો એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ લેટર તેણે પોતાના કર્મચારીઓના નામે લખ્યો હતો.

આ લેટરને ફેસબુક પર 45000થી વધારે લોકોએ શેર કર્યો છે. આ લેટરને વાંચ્યા બાદ લોકો નોકરી છોડી દેશે.

શું લખ્યું છે લેટરમાં?

ડેલ્મોએ આ લેટર ફેસબુક પર શેર કર્યો છે. આ એક ઓપન લેટર છે. જેમાં તે લખે છે કે, પ્રિય કર્મચારી, મે તમને એટલા માટે હાયર કર્યા છે જેથી તમે તમારા પરિવારની ખાસ સારસંભાળ રાખી શકો.

એટલા માટે નહીં કે તમે એ પરિવારથી દૂર જાવ. તમે માત્ર કંપની માટે નહીં સૌ પ્રથમ તમે પરિવાર માટે જરૂરી છો. આગળ વધતા તેણે લખ્યું હતું કે, જ્યારે એવો કોઈ સમય આવે કે,

તમારે તમારા સંતાનોની સ્કૂલ મિટિંગમાં હાજરી આપવાની હોય અથવા ક્લાઈન્ટની ડિમાન્ડ પૂરી કરવાની હોય ત્યારે પહેલા ક્લાઈન્ટને પસંદ કરવાને બદલે સ્કૂલ મિટિંગ એટેન કરજો. ફેમિલી કમ ફર્સ્ટ.

મારી વાત એ લોકોને નહીં સમજાય

હું જાણું છું કે, લીડરશીપના સિદ્ધાંતોની સામે મારી આ વાત કેટલાક લોકો નહીં સમજે પણ કંપનીના કામને કારણે પરિવારમાં કોઈ ડખો થઈ રહ્યો છે તો હું કંપની બંધ કરી દેવાનું પસંદ કરીશ. પહેલા ઘર અને પછી ઓફિસ એવું હું માનું છું.

એક કર્મચારી હોવા કરતા હું એક પરિવારની સ્ભ્ય છું. એટલે પરિવાર પહેલા એવું હું માનું છું. જે ઘરમાં ખુશ રહે છે તે ઓફિસમાં પણ ખુશ રહે છે.

હું એવું સ્પષ્ટ પણ માનું છું કે જે વ્યક્તિ પોતાના ઘરમાં ખુશ રહી શેક છે તે ઓફિસમાં પણ ખુશ રહી શકે છે.

એટલે ઘરે જાવ અને ઘરે પણ ખુશ રહો. કામ ક્યાંય ભાગી જવાનું નથી, કંપની તમારી અને કામની કાયમ રાહ જોવાની જ છે.

પણ બનાવેલો પરિવાર એક વખત તૂટી ગયા બાદ ફરી ક્યારેય જોડી નહીં શકાય. એટલે કામની કોઈ ઉપાધી કરવાની જરૂર નથી.

પશ્ચિમના દેશમાં કર્મચારીઓને ખુશ રાખવા અભિયાન

પશ્ચિમના દેશમાં કંપનીએ એક પોતાના કર્મચારીઓને ખુશ રાખવાનું અભિયાન શરૂ કર્યું છે. દરેક કંપનીના બોસે આ લેટર વાંચવો જોઈએ.

જ્યારે વિકાસશીલ દેશમાં સતત કામના ભારણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તાજેતરમાં જ થયેલા એક રીપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, વધુ પડતું કામ ભારતીયોને બેકાર કરી દેશે.

સતત કામના ભારણ અને દોડધામ વાળી જિંદગી વચ્ચે આવી પોસ્ટ ખરા અર્થમાં દિલ જીતી લે છે. નોકરી કે સર્વિસને લઈને વધુ પડતા બલિદાન કરવાની કોઈ જરૂર નથી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...