ચાલુ ભાષણે યુવકે હાદિઁક પટેલ ને મંચ પર ચડી ને એક જણે સટાક…દઈ ને લાફો વળગાડી દીધો : જુઓ લાઈવ વિડિઓ

37
Loading...

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: કોંગ્રેસના નેતા અને લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની સુરેન્દ્રનગરના વઢવાણના બાલદાણ ગામ ખાતે આયોજિત સભામાં હાર્દિક પટેલના શરૂ ભાષણ દરમિયાન એક યુવકે સ્ટેજ પર આવી હાર્દિક પટેલને ગાલ પર તમાચો મારી દીધો હતો.

કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલની આજ રોજ સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણમાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી સભા દરમિયાન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન એક યુવાન સ્ટેજ પર આવી હાર્દિક પટેલના ધ્યાન બહાર હાર્દિક પટેલની પાછળ ઉભા રહી હાર્દિક પટેલના ગાલ પર લાફો મારી દીધો હતો.

આ સમગ્ર ઘટના ઘટ્યા બાદ હાર્દિક પટેલના સમર્થકો રોષે ભરાયા હતા અને હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિને સ્ટેજ પર જ અર્ધનગ્ન કરી ઢોરમાર માર્યો હતો. બાદમાં પોલીસે હરકતમાં આવી સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિની અટકાયત કરી હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર હાર્દિક પટેલને લાફો મારનાર આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જણાઈ રહ્યું છે. હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટના બાદ હાર્દિક પટેલ પણ ચૂંટણી સભા સ્થળેથી વઢવાણ પોલીસ સ્ટેશન જવા રવાના થયો હતો.

હવે પોલીસ આ વ્યક્તિ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કરી કાયદેસરની કરશે તેવું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ સાથે આ પ્રકારની ઘટના બનતા સભામાં હાજર લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો.

અન્ય ન્યુઝ નિયમિત રીતે મેળવવા માટે અમારા ફેસબુક પેજ Udaan Times (ઉડાન ટાઈમ્સ) ને લાઈક કરો.

તમને કદાચ ગમશે

Loading...