કિંજલ દવે’ને ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત ગાવાની કોર્ટે મનાઈ ફરમાવી : જાણો શા માટે

175
Loading...

‘ચાર બંગડીવાળી ગાડી’ વાળી ગાયિકા કિંજલ દવેને કોર્મિશયલ કાર્યક્રમોમાં આ ગીત નહિ ગાવા માટે અમદાવાદની કોર્મિશયલ કોર્ટે આદેશ કર્યો છે.

કોર્ટે આ વચગાળાના હુકમની સાથે ગાયિકા દ્વારા ગવાયેલ ગીત ઈન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ના આવે તેવો પણ આદેશ કર્યો છે.

ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે કોપીરાઈટનો દાવો કર્યો છે અને જણાવ્યું છે કે, આ ગીત પોતે જ લખ્યું અને ગાયું છે, કિંજલ દવેએ તો તેની કોપી મારી છે એટલે કે, નકલ કરી છે.

અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ ૨૦૧૬માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી ગીતમાં નહીંવત્ ફેરફારો કરી કિંજલ દવે એ આ ગીત ગાયું હતું અને ઓક્ટોબર-૨૦૧૬માં તેનો વીડિયો યુટયૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

નકલ કરાયેલું ગીત ત્યારબાદ બધે પ્રસિધ્ધ થયું હતું અને આ ગાયિકાને પણ તેના કારણે ઘણાં લાભો અને ચાહના મળી છે, પરંતુ આ ગીત હકીકતમાં જેની રચના છે તેને જરાંપણ ક્રેડિટ કે ચાહના મળી નથી. માધ્યમો તેમજ બજારમાંથી ગાયિકા દ્વારા ગવાયેલું ગીત હટાવી લેવાનું જણાવતી નોટિસ પણ તેમને આપવામાં આવી હતી. 

જેને ધ્યાનમાં લઈ કાર્ટે આ ગાયિકાને નોટિસ પાઠવી તેના દ્વારા ગવાયેલું ગીત તમામ ઇન્ટરનેટ માધ્યમો પરથી હટાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત ગીતના વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. અપલોડ યુટયૂબ કિંજલ દવે એક વર્ષ પહેલાં નોટિસ કાર્યક્રમમાં ન ગાવા મનાઇ હુકમ આપ્યો છે.

આ સાથે જ કાર્તિક પટેલે મનુ રબારીને પણ ઉઠાંતરીખોર ગણાવ્યા હતાં. અને તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે આ ગીતના તમામ ડિઝિટલ પુરાવાઓ છે. તેથી તેઓ અંત સુધી આ કેસમાં લડત આપશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...